Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

વિશ્વની પ્રથમ ‘આર્મલેસ પાઈલટ’ બની અમેરિકાની આ મહિલા, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

વિશ્વમાં ઘણો લોકો પાયલટ બનવાનું સપનું જોતા હોય છે તેમાના ઘણા લોકોના સપના અધુરા પણ રહી જતા હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પગ વગર પ્લેન ઉડાવી શકાય. વાત શાંભળતા તમારૂ મગજ ઘુમી જશે નહીં. એવું તો કદી શક્ય છે ? જેના હાથ હોય અને સારૂ ભણેલા હોવા છતા પાયલટ નથી બની શકતા તો કોઈ કેવી રીતે વગર પગે આ સિદ્ધી મેળવી શકે. પરંતુ આ વાત સાચી છે અને તે બની છે અમેરિકામાં. અત્યાર સુધી તમે ઘણી મહિલા પાઇલટને પ્લેન ઉડાડતા જોઈ હશે. પરંતુ જેસિકાની વાત કંઇક અલગ છે. દુનિયાની પ્રથમ મહિલા ‘આર્મલેસ પાઇલટ’ બની જેસિકાએ આ ક્ષેત્રમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

જેસિકા સી-પ્લેન ઉડાવે છે

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

અમેરિકાના અરિઝોના શહેરમાં રહેતી 34 વર્ષીય જેસિકા કોક્સ દુનિયાની પહેલી એવી મહિલા બની છે. જે પોતાના પગથી પ્લેન ઉડાડે છે. આટલું જ નહીં, તેણે પ્લેન ઉડાડવા માટે લાઇસન્સ પણ મેળવ્યું છે. તેની આ સિદ્ધિ બાદ તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ દાખલ કરવામાં આવ્યું છે. જેસિકા સી-પ્લેન ઉડાવે છે. જ્યારે જેસિકાનો જન્મ થયો ત્યારે તેના માતાપિતાને આશ્ચર્ય થયું કે તેમનાં બાળકને હાથ નથી. કારણ કે, ગર્ભાવસ્થાના પરીક્ષણોમાં આ વાત ક્યારેય બહાર નહોતી આવી. આઘાત પામેલી જેસિકાની માતા ઈનેઝને આ સત્ય સ્વીકારવા માટે સમય લાગ્યો. પરંતુ થોડા સમયમાં જ જેસિકાના માતા-પિતાએ નિર્ણય લઈ લીધો કે જેસિકાનો ઉછેર સામાન્ય બાળકોની જેમ જ થશે.

જેસિકાનું સાર્વજનિક સ્કૂલમાં એડમિશન કરાવ્યું

જેસિકાનું તેમણે સાર્વજનિક સ્કૂલમાં એડમિશન કરાવ્યું. જેથી તે ભવિષ્યમાં અન્ય લોકો કરતા અલગ ન પડે. સ્કૂલમાં જેસિકા એ જ કરતી હતી જે અન્ય બાળકો કરતાં હતાં. રમતના મેદાનમાં જેસિકા થોડી અલગ પડતી હતી. બીજાં બાળકો તેને લપસણી ખાવા માટે પણ રોકતાં હતાં. ક્રોધ અને નિરાશાનો સામનો કર્યો હોવા છતાં જેસિકાએ એક દિવસ હીંચકા ખાતાં-ખાતાં મનમાં ગાંઠ બાંધી લીધી કે તે મોટી થઇને પાઇલટ બનશે.

ભયને દૂર કરવા માટે પાઇલટ બનવાનો કોર્સ જોઇન કર્યો

આખરે વર્ષ 1997માં જેસિકાએ પ્રોસ્થેટિક આર્મ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ દરરોજ સ્કૂલ પછી તેને કલાકો આ હાથનો ઉપયોગ કરવાની પ્રેકિટસ કરવી પડતી હતી. આ કૃત્રિમ અંગોથી તેનું કામ સરળ ભલે થઈ ગયું હતું. પરંતુ માનસિક સ્તર પર તે ક્યારેય આ અંગો સાથે જોડાઈ ન શકી અને તેણે દરેક કામ પગથી કરવાનું પસંદ કર્યું. 11 વર્ષ પછી તેણે પ્રોસ્થેટિક આર્મ્સ કાઢી નાખ્યા. વર્ષ 2005માં તેણે સાયકોલોજી એન્ડ કમ્યુનિકેશનની ડિગ્રી મેળવી અરિઝોના યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ તેણે અંદરથી પોતાના સૌથી મોટા ભયને દૂર કરવા માટે પાઇલટ બનવાનો કોર્સ જોઇન કર્યો. ત્રણ વર્ષમાં જ તે પાઇલટ બની ગઈ હતી અને લાઇસન્સ પણ મેળવી લીધું.

જેસિકાની ટાઇપિંગ સ્પીડ પ્રતિ મિનિટ 25 શબ્દો

ત્યાર બાદ કાર ચલાવવી, આંખોમાં લેન્સ લગાવવા, સ્કૂબા ડાઈવિંગ અને કીબોર્ડ પર ટાઇપ કરવા સુધીનું બધું કામ જેસિકા પોતાના બંને પગથી કરે છે. જેસિકાની ટાઇપિંગ સ્પીડ પ્રતિ મિનિટ 25 શબ્દો છે. બીજુ ટાઇપિંગ કરવાની સાથે જેસિકા પગથી જ પેન પકડીને લખે છે. આ ઉપરાંત, શૂઝની દોરી બાંધવાનું કામ પણ જેસિકા પોતાના પગથી કરે છે. જેસિકા કરાટે ચેમ્પિયન પણ છે. જેસિકાના મંગેતર પેટ્રિક ચેમ્બરલેને જેસિકાને પગમાં રીંગ પહેરાવી હતી. અત્યારે પણ જેસિકા લગ્નની વીંટી પોતાના પગમાં જ પહેરેલી રાખે છે.

અશક્ય લાગતા સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા મળશે

અત્યારે જેસિકા સોની આદર્શ બની ગઈ છે. તેમણે લોકોને એક સંદેશો પણ આપ્યો છે યુવાનોને એક જ સંદેશો આપતાં કહે છે કે, ‘મને એવા ભવિષ્યમાં વિશ્વાસ છે, જેમાં કોઈપણ પડકાર પાર કરીને પોતાના સપનાં પૂરાં કરવામાં આવે છે. મેં પગથી પ્લેન ઉડાડવાનો સંકલ્પ એટલે લીધો કારણ કે, આ વાત હંમેશાં લોકોના મગજમાં યાદ રહેશે અને તેમને પોતાના અશક્ય લાગતા સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ રહ્યો ઉપાય, જો કોઈ ઉછીના લઇ ગયેલા પૈસા પાછા ના આપતુ હોય તો..

Nikitmaniya

લો બોલો, આ દેશના લોકો લાશને બહાર કાઢીનેે પછી કરે છે કંઇક આવું, અંદરની તસવીરોમાં જોઇ લો તમે પણ

Nikitmaniya

Corona: માત્ર 30 સેકંડમાં કોરોના વાયરસનો નાશ કરશે આ ચીજ જાણો શું છે….

Nikitmaniya