દુનિયાના એવા ૮ રેલ્વે સ્ટેશન , જે જોવાનું દરેકનું હોય છે સપનું

આજે અમે તમને ૮ એવા રેલ્વે સ્ટેશન વિષે જણાવવા જઈ રહ્યા છે, જે જોવાનું દરેકનું સપનું હોય છે. તમે તો જાણતા જ હશો કે જયારે પણ આપણે ક્યાંક ફરવા જવાનું વિચારીએ તો આપણે સૌથી પહેલા ખાવા પીવાની કે પછી રહેવા માટે હોટેલ વિષે વિચારતા હોઈએ છે જેથી આપણી રજા ખુશીથી પસાર થાય. એમાં આપણને કેટલીક એવી જગ્યા જોવા મળે છે જે એકદમ જોવાલાયક હોય છે. આજે અમે તમને એવીજ જગ્યા વિષે જણાવીશું જે જોયા પછી તમે પણ ખુશ થઇ જશો. આવો તો જાણીએ એવી જગ્યાઓ વિષે.

૧. છત્રપતિ શિવાજી ટર્મિનલ, મુંબઈ ,ભારત


મિત્રો તમે જયારે પણ મુંબઈ જાઓ તો આ જરુર જોજો, કારણકે આ સ્ટેશનની ડીઝાઈન ફ્રેડરિક વિલિયમ સ્ટીવંસએ કરી હતી અને એ ક્વીન વિક્ટોરિયાની ગોલ્ડન જ્યુબ્લીના સમ્માનમાં બનાવવામાં આવ્યું હતું.આ વિક્ટોરિયન ઇટેલિયન ગોથિક રીવાઈવલ અને પારંપરિક ભારતીય મુગલ શૈલીનું એક મિશ્રણ છે અને એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શામેલ કરવામાં આવ્યું છે.

૨. કુઆલાલંપુર રેલ્વે સ્ટેશન, મલેશિયા


મિત્રો આ સ્ટેશન તો જોવા લાયક છે કારણકે કુઆલાલંપુર રેલ્વે સ્ટેશન પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી ખુબ જ સુંદર છે. આને ઈઓ મૂરિ ઇન્ડો સરૈસેનિક શૈલીથી બનાવવામાં આવ્યું છે.

૩. ગ્રેંડ સેન્ટ્રલ ટર્મિનલ , ન્યુયોર્ક યુએસએ


ન્યુયોર્કનું ગ્રેંડ સેન્ટ્રલ દુનિયાના સૌથી ઉત્તમ રેલ્વે સ્ટેશનમાંથી એક છે. એટલું જ નહિ, ગ્રેંડ સેન્ટ્રલ દુનિયાનું છઠું સૌથી વધારે દેખવામાં આવતું પર્યટક સ્થળ પણ છે, જેમાં લગભગ ૨૬,૦૦૦, ૦૦૦ થી વધારે પર્યટક આવે છે. એમાં બ્યૂક્સ આર્ટસ આર્કિટેક્ચર છે અને એને હેનરી એડવર્ડ બેડફોર્ડે ડીઝાઇન કર્યું છે.

૪. કૈમીન્હો ડે ફેરો ડી મોકામ્બીક, માપુટો


આ સ્ટેશન તો અહિયાં આવતા લોકોને ખુબ જ આકર્ષિત કરે છે કારણકે આ સ્ટેશન દુનિયાના સૌથી અસાધારણ રેલ્વે સ્ટેશનોમાંથી એક છે જે મોજામ્બીકનું સ્ટીમી કેપિટલ છે. આ સ્ટેશન સ્થાનીય કળા માટે પ્રસિદ્ધ છે.

૫. ગારે ડૂ નોર્ડ, પેરીસ ફ્રાંસ


આ રેલ્વે સ્ટેશન યુરોપનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે, કારણકે ગારે ડૂ નોર્ડ સ્ટેશન પેરિસના SNCF મેનલાઈન નેટવર્ક ના ૬ મોટા ટર્મીનસમાંથી એક છે.

૬. એન્ટવર્પ સેન્ટ્રલ , બેલ્જીયમ


આ રેલ્વે સ્ટેશન એક એવું સ્ટેશન છે જે રેલ સંબંધી ઈતિહાસ જણાવે છે. આ રેલ્વે સ્ટેશન કાંચ, લોખંડ, સંગેમરમર અને ગ્રેનાઈટથી બનેલ છે. આ સ્ટેશન મહાદ્વીપીય રેલ યાત્રાનો ઈતિહાસ છે.

૭. સિરકેસી સ્ટેશન, ઈસ્તાંબુલ , તુર્કી


આ સ્ટેશન તુર્કીમાં છે. આ સ્ટેશન શહેરના આકર્ષણનું એક કેન્દ્ર છે. ૧૮૯૦ માં ઓરીએન્ટલ રેલ્વે દ્વારા વિશ્વ પ્રસિદ્ધ ઓરીએન્ટ એક્સપ્રેસના પૂર્વી ટર્મિનસના રૂપમાં નિર્માણ થયેલ છે.

૮. સેન્ટ પૈનક્રાસ ઇન્ટરનેશનલ , લંડન, યુનાઈટેડ કિંગડમ


આ સ્ટેશન યુનાઈટેડ કિંગડમમાં આવેલ છે, એ ખુબ જ ઉત્તમ રેલ્વે સ્ટેશન છે. એની ઈમારતની વિક્ટોરિયન રીવાઈવલ શૈલીને કારણે એને ‘રેલ્વે કા ગિરજાઘર’ નો ખિતાબ મળી ચુક્યો છે. AGAR town નામની એક ઓછી ચર્ચિત જગ્યા પાસે નિર્મિત સેન્ટ પૈનક્રાસ ઇન્ટરનેશનલ રેલ્વે સ્ટેશન આવેલ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube