દુનિયાના બે સુપરપાવર રશિયા અને ચીન માત્ર વર્ષોથી એકબીજાના મિત્રો જ નથી પણ બંને ખુલમખુલ્લા તેની સાબિતી પણ અનેકવાર આપી ચુક્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અત્યાર સુધીમાં લગભગ 30 વખત એકબીજાને મળી ચુક્યા છે. જોકે હવે રશિયા-ચીનની મિત્રતામાં મોટી તિરાડ પડતી દેખાઈ રહી છે.

ચીન અને રશિયાની મિત્રતામાં ખટાશ આવવાનું સૌથી મોટું કારણ છે ચીનની વધતી જતી દાદાગીરી અને વિસ્તારવાદી નીતિ. ચીન અને રશિયા વચ્ચે સંબંધો ખરાબ થવાના ત્રણ મુખ્ય કારણ છે. એક રશિયાના અંતરિયાળ શહેર વ્લાદિવોસ્તોક પર ચીનનો દાવો, બીજુ રશિયા દ્વારા ભારતને કરવામાં આવતી હથિયારોની સપ્લાઈ અને ચીનને S-400 મિસાઈલોની ડિલિવરીમાં થઈ રહેલો વિલંબ.

હોંગકોંગના સમાચારપત્ર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે અમેરિકાએ શીતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘનો સામનો કરવા માટે જે રીતે ચીનને પોતાના પક્ષમાં લીધું હતું, તેવી જ રીતે ટ્રમ્પ પ્રશાસન હવે ચીનનો સામનો કરવા રશિયાને પોતાના પક્ષમાં લાવવા ધારે છે. અત્યાર સુધી જેને અશક્ય માનવામાં આવતા કામ પર અમેરિકાના રક્ષામંત્રા માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, હાં, રશિયાને લઈને તકો છે.

વ્લાદિવોસ્તોક પર ચીન અને રશિયા વચ્ચે વધ્યો તણાવ

ભારત સાથે લદ્દાખમાં સરહદી વિવાદ વધી રહ્યો છે ત્યારે ચીને રશિયાના શહેર વ્લાદિવોસ્તોક પર પોતાનો દાવો કર્યો છે. ચીનની સરકારી ચેનલ સીજીટીએનના સંપાદલ શેન સિવઈએ દાવો કર્યો છે કે,, રશિયાનું વ્લાદિવિસ્તિક શહેર 1860 પહેલા ચીનનો ભાગ હતું. એટલું જ નહીં તેમણે તો એ પણ કહ્યું હતું કે, આ શહેરને પહેલા હૈશેનવાઈના નામે ઓળખવામાં આવતું હતું જેને રશિયાએ એકતરફી સંધી અંતર્ગત રશિયા ચીન પાસેથી આંચકી લીધું હતું. ચીનમાં તમામ મીડિયા સંગઠનો સરકારી છે. તેમાં બેઠેલા લોકો પણ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારે જ બધુ લખતા  હોય છે. જેથી માનવામાં આવે છે કે, ચીની મીડિયામાં લખવામાં આવેલો એક એક શબ્દ ત્યાંથી સરકારની વિચારધારાને છતી કરે છે.

વ્લાદિવોસ્તોક શહેર પર ચીનના દાવા બાદ જ રશિયાના સાથે તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. રશિયા વ્લાદિવોસ્તોકને ‘રૂલર ઓફ ધ ઈસ્ટ’ કહે છે જ્યરે ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબાલ ટાઈમ્સે તેને હૈશેનવાઈ ગણાવ્યું છે. ચીનમાં એવા અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા જેમાં સરકાર પાસેથી હૈશેનવાઈ પર સ્થિતિ સ્પષ્ટ કરવા અને ક્રીમિયાને લઈને પોતાની દખલગીરી કરવાની માંગણી કરી છે. રશિયાએ વર્ષ 1904માં ચીન પર કબજો કર્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે, ચીનમાં આ વિરોધ બાદ રશિયાને એ અહેસાસ થઈ ગયો છે કે, સરહદી વિવાદનો મુદ્દો હજી પણ સમ્યો નથી. ચીનની દાવેદારી સંબંધોને ખરાબ કરી રહી છે. અસાન ફોરમ એડિટર ગિલબર્ટ રોજમેને કહ્યું હતું કે, ચીને અમેરિકા વિરૂદ્ધ રશિયાને ખુશ કરવા માટે તેની સાથે સરહદી સંધી કરી હતી.

ચીનના વાંધા બાદ પણ રશિયાએ ભારતને પુરા પાડ્યા હથિયારો

રશિયા ચીનના વિરોધ બાદ પણ ભારતને એક પછી એક ઘાતક હથિયારો પુરા પાડી રહ્યું છે. તે પણ તેવા સમયે જ્યારે ચીન અને ભારત વચ્ચે ગલવાન ઘાટીમાં લોહીયાળ સંઘર્ષ ખેલાયો ત્યારે જ. ત્યાર બાદ ભારતના રક્ષામંત્રીએ રશિયાની મુલાકાત ક અરી હતી અને યુદ્ધ વિમાનો અને અન્ય ઘાતક હથિયારો પુરા પાડવાને લઈને સમજુતિ કરી હતી. જેની ચીનમાં ભારે ટીકા થઈ હતી. તો બીજી બાજુ રશિયાનું કહેવું છે કે, તે ભારતને હથિયારો ગલવાન હિંસા પહેલાથી જ આપતુ રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્ય્યા પ્રમાણે હવે અમેરિકા અને ફ્રાંસ સાથેની વધી રહેલી મિત્રતાથી હથિયારોની પ્રતિસ્પર્ધા વધી રહી છે. જેને રશિયા ખોવા નથી માંગતુ.

યૂક્રેન સાથે ચીનની વધી રહેલી મિત્રતા રશિયાને ખટકી રહી છે

નિષ્ણાંતોના મતે રશિયા અને ચીન વચ્ચે ખટાશનું એક કારન યુક્રેન વિવાદ પણ છે. ચીન યુક્રેન સાથે સંબંધો વધારી રહ્યું છે જે રશિયાને બિલકુલ પણ પસંદ નથી. ચીન યૂક્રેન સાથે સૈન્ય અને વ્યાપાર મામલે સહયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત રશિયાના હથિયારોની ડિઝાઈન ચોરી કરીને પોતાને ત્યાં તેનું ઉત્પાદન પણ કરી રહ્યું છે અને તેને વૈશ્વિક માર્કેટમાં વેચી રહ્યું છે. આમ ચોરી કરેલી ડિઝાઈનના ચીની હથિયારો રશિયાના મૂળ હથિયારો સાથે વિશ્વ આખામાં પ્રતિસ્પર્ધામાં છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube