વિશ્વમાં એવી અનેક ઇમારતો આવેલી છે જે પોતાની ખાસ વિશેષતાને કારણે ભારે લોકપ્રિય છે. અમુક ઇમારતો એટલી ઊંચી હોય છે કે જ્યાંથી નીચે ધરતી પર ચાલતા માણસ માંડ કીડી જેવા દેખાવા લાગે ઉદાહરણ તરીકે એફિલ ટાવર. જયારે અમુક ઇમારતો એટલી મજબૂત અને સુરક્ષિત હોય છે કે સામાન્ય દુર્ઘટનાની તેના પર કોઈ અસર જ નથી દેખાતી ઉદાહરણ તરીકે અમેરિકાનું પેન્ટાગોન.

image source

ભારતમાં પણ અનેક એવી ઇમારતો છે જે પોતાના અંદર ઇતિહાસ લઈને ઉભી છે. ખાસ કરીને ભારતમાં એવા અનેક પ્રાચીન કિલ્લાઓ આવેલા છે જેનું બાંધકામ અને સંરચના વિષે વિચારીએ તો આપણે વિચારતા જ રહી જઈએ. અને આવા કિલ્લાઓ દેશના લગભગ દરેક રાજ્યમાં આવેલા છે.

 

image source

એ ઉપરાંત વિશ્વમાં એવા અનેક બ્રિજ પણ બની ચુક્યા છે જે પોતાના અદભુત કન્ટ્રક્શનને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વળી, હવે તો આધુનિક એન્જીનીયરીંગની મદદથી બ્રિજ બનાવવા કોઈ અઘરું કામ પણ નથી રહ્યું. હા, જો આધુનિક એન્જીનીયરીંગ અને સ્પેશ્યાલિટી બન્નેનો સંગમ થાય તો એવી રચના બને કે જેની નોંધ ફક્ત જે તે દેશ જ અહીં પણ આખી દુનિયા લે. અને આ પ્રકારના અમુક બ્રિજો બનેલા પણ છે. આજના આ જાણવા જેવું વિભાગમાં અમે આપને આવા જ એક અદભુત અને જોવાલાયક બ્રિજ વિષે જણાવવાના છીએ જે ફક્ત આધુનિક એન્જીનીયરીંગનો આદર્શ નમૂનો જ નહિ પણ ખતરનાક અને યાદગાર અનુભવ માટે પણ જાણીતો છે. તો ક્યાં આવેલો છે એ બ્રિજ અને શું છે તેની ખાસિયત આવો જાણીએ.

 

image source

ચીનના તિયાંનમેન માઉન્ટેન પર અંદાજે 1500 મીટરની ઊંચાઈએ એક બ્રિજ આવેલો છે જે ” કોઇલિંગ ડ્રેગન ક્લિફ ” ના નામથી ઓળખાય છે. આ બ્રિજ 100 મીટર લંબાઈ અને પાંચ ફૂટની પહોળાઈ ધરાવે છે. આ પુલ બનાવવામાં કાચ અથવા કાચ જેવા મટીરીયલથી બનાવવામાં આવેલો છે જેના પર ચાલવું સામાન્ય માણસનું કામ નથી. એટલે જ આ બ્રિજને દુનિયાનું સૌથી ખતરનાક સ્કાય વોક પ્લેસ પણ કહેવામાં આવે છે.

 

image source

આ બ્રિજને સૌપ્રથમ વર્ષ 2016 માં ખોલવામાં આવ્યો હતો. અહીં આવતા પર્યટકો માટે આ બ્રિજ પર ચાલવાનો અનુભવ અત્યંત રોમાંચિત કરનારો અને યાદગાર બની રહે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube