સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. કોરોનાના સંક્રમણને ફેલાવવાને લઈને અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યાં છે.  કોરોનાનો નાશ કરવા માટે અનેક દેશોએ લોકડાઉન કર્યું, પરંતુ તેની સીધી અસર તે દેશની અર્થવ્યવસ્થા ઉપર પડી હતી. WHOએ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ગંભીર ચેતવણી આપી છે અને કહ્યું છે કે, કોરોના આપણી વચ્ચે લાંબો સમય રહેશે આપણા જીવતા શીખવું પડશે.

image source

WHO ના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસે કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. WHO નું કહેવું છે કે જો યુવાનો એવુ સમજી રહ્યા હોય કે તેઓને આ વાયરસ થી કોઇ ખતરો નથી કે ઓછો છે  તો અમે તમને જણાવી દઈએ કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.

image source

વિશ્વ સ્વાસ્થય સંગઠને ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે કોરોના ફેલાયાને 7 મહિના થયા અને અત્યાર સુધીમાં કમિટી દ્વારા ચાર બેઠક કરવામાં આવી છે. જે બેઠકના અંતે તેમણે કહ્યું કે લાંબા સમય સુધી કોરોના આપણી વચ્ચે રહેશે.

image source

કમિટીમાં 17 સભ્યો છે અને 12 સલાહકાર છે. તેમાં સૌ કોઈનું આજ કહેવું છે કોરોનાને કાબૂમાં કરવા માટે વિશ્વના દેશોએ બે થી ત્રણ મહિના સુધી લોકડાઉન કર્યું, પરંતુ તેના કારણે તમામ દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી હતી. મહત્વનું છે કે આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ પણ શામેલ હતા. જેમણે કહ્યું કે આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે અને 100 વર્ષમાં આવી મહામારી એક વાર આવતી હોય છે.

image source

સાથે જ ટેડ્રોર્સે કહ્યું કે દુનિયાભર ના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ. WHOએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube