(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 11 ઓગસ્ટ, 2020, મંગળવાર

વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગ થતાં ટ્રમ્પને તુરંત સુરક્ષિત સૃથળે ખસેડાયા હતા. ટ્રમ્પ મીડિયાને સંબોધી રહ્યા હતા એ દરમિયાન જ વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ થયું હતું. હુમલાખોરને સિક્રેટ સર્વિસના અિધકારીઓએ ગોળી મારી દીધી હતી. સિૃથતિ કાબૂમાં હોવાનું ટ્રમ્પે કહ્યું હતું.

વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ થયું હતું. એ વખતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મીડિયાને સંબોધી રહ્યા હતા. અચાનક ફાયરિંગ થયાની જાણ ખુદ ટ્રમ્પે જ મીડિયાને કરી હતી. એ પછી અિધકારીઓ ટ્રમ્પને સલામત સૃથળે દોરી ગયા હતા.

અિધકારીઓએ તેમને પોડિયમથી ઉતરવાનું સૂચન કર્યું એ વખતે જતા જતા ટ્રમ્પે શૂટિંગની વિગતો મીડિયાને કહી હતી. થોડી મિનિટો પછી ટ્રમ્પ ફરીથી મીડિયા સામે હાજર થયા હતા અને તેમણે જાહેર કર્યું હતું કે હવે સિૃથતિ કાબૂમાં છે.

સિક્રેટ સર્વિસના અિધકારીઓએ હુમલાખોરને ગોળી મારી દીધી હતી. જોકે, વ્હાઈટ હાઉસે તે અંગે વધુ જાણકારી આપી ન હતી. હુમલાખોરને હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની સિૃથતિ અંગે અને ઓળખ અંગે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું હતું, પરંતુ ટ્રમ્પે કહ્યંમ હતું કે તે અંગે હજુ વધુ તપાસ થઈ રહી છે.

ટ્રમ્પે સિક્રેટ સર્વિસના અિધકારીઓની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે સિક્રેટ સર્વિસના અિધકારીઓ ચપળતાથી કામ કરે છે એ વધુ એક વખત સાબિત થયું. વ્હાઈટ હાઉસની બહાર હાજર લોકોએ દાવો કર્યો હતો કે અજાણ્યા યુવકે બે વખત ફાયરિંગ કર્યું હતું. એ પછી તુરંત સિક્રેટ સર્વિસના અિધકારીઓએ તેના ઉપર ગોળી ચલાવી હતી અને થોડીપળો પછી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube