WhatsApp યૂઝર્સે હવે આ સર્વિસ માટે આપવો પડશે ચાર્જ, નહીં મળે ફ્રીમાં સેવા, જાણો જલદી નહિં તો…

બોલિવૂડમાં હાલમાં ડ્રગ્સ મામલે એક પછી એક અનેક નવા ખુલાસા થયા છે. વર્ષો પહેલાની ચેટ બહાર આવી છે. અને તેનાથી સારા અલી ખાનથી લઇને દિપીકા પાદુકોણ, રિયા ચક્રવર્તી જેવા અનેક સેલેબ્રિટીની મુશ્કેલીઓ વધી છે. આ જૂની વોટ્સઅપ ચેટ આ સેલેબ્રિટીઓની મુશ્કેલી વધારી છે. અને રોજ આ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ વોટ્સઅપ સતત કહી રહ્યું છે કે તેના મેસેજ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્ટેડ છે.

દુનિયાની સૌથી લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપે ગુરૂવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, તે ટૂંક સમયમાં પોતાના બિઝનેસ ચેટ સર્વિસ માટે કંપનીઓ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે, વોટ્સએપ બિઝનેસના પાંચ કરોડથી વધુ બિઝનેસ યુઝર છે.

હાલ વોટ્સએપે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, આ સર્વિસ માટે કેટલો ચાર્જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ તરફથી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsApp Business એકાઉન્ટ સેવા લોંચ કરવામાં આવી હતી.

વોટ્સએપે થોડાં દિવસ પહેલાં જ નવું ફીચર વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું. વોટ્સએપે પાંચ કરોડથી વધુ બિઝનેસ યુઝર માટે પે ટૂ મેસેજ ઓપ્શનની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવતી કેટલાક સેવાઓને ચાર્જેબલ કરવા જઈ રહ્યાં છે. જેથી બે અબજથી વધુ ગ્રાહકોને ફ્રી એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વીડિયો અને વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવતા રહીએ.

નાના ઉદ્યોગપતિઓને બિઝનેસ વધારવામાં મળશે મદદ

વોટ્સએપએ વોટ્સએપ બિઝનેસના નામથી અલગ એપ બનાવી છે. આ એવો માર્કેટ પ્લેસ છે જ્યાં ચેટ દ્વારા લોકો બિઝનેસ કરી શકે છે. હવે આ પ્લેટફોર્મથી જલ્દી ડાયરેક્ટ શોપિંગ કરવાનો ફીચર મળવાનો છે. વોટ્સએપનું માનવું છે કે, આ ફીચરથી નાના ઉદ્યોગપતિઓને બિઝનેસ વધારવામાં મદદ મળશે. કંપનીએ બિઝનેસ યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે.

ડેટા ફેસબુક પર શેર કરવામાં આવશે

હવે કંપનીએ કહ્યું છે કે વ્યવસાય અને ગ્રાહકો બંનેને જાગૃત કરવા માટે કોઈ સ્પેશિયલ કેસમાં તેમના ડેટાને ફેસબુક પર શેર કરવામાં આવશે. સાથે જ ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે એડિશનલ ચુકવણીની જરૂર પડશે. વોટ્સએપ યુઝર્સને આપવામાં આવતી ફેસબુક હોસ્ટિંગ સેવાને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ કરવામાં આવશે. એટલે કે બિઝનેસ ગ્રાહકો વચ્ચે બીજો કોઈપણ  મેસેજ જોઈ શકશે નહીં. અહીં થનારા બિઝનેસમાં ટ્રાન્સપરન્સી રહેશે.

કેવી રીતે રહેવું સેફ?

એપના ડેટા પ્રાઇવસી પોલીસીને સમજો. એપ કયો ડેટા તમારી પાસેથી લે છે તે જાણવું તમારા માટે જરૂરી છે. ચેટને ક્લાઉડ બેકઅપ કરવાથી બચો. ટૂ ફેક્ટર ઓથેટિકેશન એક્ટિવ કરો. ચેટનના ઓછા ફિચર યુઝ કરો અને એપ પરમિશનનો ઉપયોગ સમજી વિચારીને કરો. ઇનપુટ- મનીકંટ્રોલ હિંદી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube