Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Lifestyle

WhatsAppના આ નવા ફિચર્સથી હવે લેપટોપમાંથી પણ કરી શકશો વોઈસ અને વીડિયો કોલ, જાણો બીજા આ નવા ફિચર્સ વિશે પણ

વિ્શ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થતી એપમાં વ્હોટ્સએપનું નામ સામેલ છે. વિશ્વમાં કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે. વ્હોટ્સએપ હંમેશાં યુઝર્સની જરૂરિયાત પ્રમાણે ફીચર્સ અપડેટ કરે છે. આ મહિને એપમાં અનેક નવાં ફીચર ઉમેરાયાં છે. જો તમે એપ અપડેટ નથી કરી તો નવાં ફીચર્સની મજા માણવા માટે અબઘડી તેને અપડેટ કરી લો. જોકે હાલ કેટલાંક ફીચર્સ માત્ર બીટા યુઝર્સ માટે જ લોન્ચ થયાં છે.

વ્હોટ્સએપમાં આવેલા નવા ફિચર્સ

(1) કંપની પોતે સમસ્યાનો ઉકેલ લાવશે

હવે વ્હોટ્સએપ યુઝર્સની કોઈ પણ સમસ્યાનો ઉકેલ કંપની ડાયરેક્ટ લાવશે. કંપનીએ નવું ઈન એપ સપોર્ટ ફીચર રજૂ કર્યું છે. તેની મદદથી વ્હોટ્સએપમાં રહેલા બગ (ખામી) અથવા અન્ય કોઈ પણ સમસ્યાનો રિપોર્ટ ડાયરેક્ટ કંપનીને કરી શકાશે. આ ફીચર બીટા વર્ઝન માટે લોન્ચ થયું છે.

આ ફીચરના ઉપયોગ માટે આ સ્ટેપ્સને અનુસરો

પોતાની ફરિયાદ મોકલવા માટે Settings => Help => Contact usમાં જઈને. કોઈ પણ કોઈ ફરિયાદ અથવા સમસ્યા ટાઈપ કરી તે સંબંધિત ફોટો અટેચ કરવાનો રહેશે. જોકે તે ઓપ્શનલ છે. ત્યારબાદ તમામ માહિતી સબમિટ કર્યાં બાદ તેને સેન્ડ કરી લો.

(2) Always mute

અત્યાર સુધી કોઈ કોન્ટેક્ટ માટે કે ગ્રૂપ નોટિફિકેશન મ્યુટ રાખવા માટે 8 કલાક, 1 અઠવાડિયાંનો અને 1 વર્ષના સમયનો જ ઓપ્શન મળતો હતો. હવે કંપની Always muteનો પણ ઓપ્શન આપી રહી છે. કંપની ઘણા લાંબા સમયથી આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. હવે તેને ગ્લોબલી તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.

ફીચરના ઉપયોગ માટે આ સ્ટેપ્સ અનુસરો

એપ અપડેટ કર્યાં બાદ તમને કોઈ કોન્ટેક્ટ અથવા ગ્રૂપમાં mute notificationમાં જઈને Always ઓપ્શનની પસંદગી કરી શકો છો. જોકે નવાં ફીચરમાં 1 વર્ષનો ઓપ્શન દૂર થયો છે તેને બદલે ઓલવેઝ મ્યુટ ઉમેરાયું છે.

(3) નવાં ઈમોજી અને સ્ટિકર્સ

આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં સામે આવ્યું હતું કે વ્હોટ્સએપમાં યુઝર્સને 138 નવાં ઈમોજી મળશે. નવાં ઈમોજીમાં વ્હીલચેર પર બેઠેલા લોકો, કૃત્રિમ હાથ, મંદિર, નવું ક્લોધિંગ, ઓટો, સ્કન્ક જેવા પ્રાણીઓ, યોગ કરતા લોકો, કપલ્સ અને કેટલીક સાઈન લેન્ગ્વેજના સિમ્બોલ સામેલ છે.

(4) વ્હોટ્સએપ એડવાન્સ સર્ચ

વ્હોટ્સએપમાં નવું એડવાન્સ ફીચર આવી ગયું છે. આ ફીચરથી કંપનીએ સર્ચને ઓર્ગેનાઈઝ કર્યું છે. હવે વ્હોટ્સએપ સર્ચ ઓપન કરતાં જ અલગ અલગ કેટેગરી જોવા મળશે.

ફીચરના ઉપયોગ માટે આ સ્ટેપ્સને અનુસરો

અહીં ફોટો, gifs, વીડિયોઝ, ડોક્યુમેન્ટ્સ અને ઓડિયો આઈકોન જોવા મળશે. તમે આ તમામ કેટેગરીમાંથી કન્ટેન્ટ શોધી શકો છો. તેના માટે તમારે આઈકોન સિલેક્ટ કરી અન્ય યુઝર્સનું નામ સર્ચ કરવાનું રહેશે.

આગામી સમયમાં આ ફીચર્સ ઉમેરવામાં આવશે

બિઝનેસ એપથી શોપિંગ કરી શકાશે

વ્હોટ્સએપ હવે બિઝનેસ એપ પર જલ્દી યુઝર્સને શોપિંગ કરવાની તક આપશે. વ્હોટ્સએપે બિઝનેસ કરનાર યુઝર્સ માટે WhatsApp Business નામથી અલગ એપ લોન્ચ કરી છે. વ્હોટ્સએપ બિઝનેસ એવું માર્કેટ પ્લેસ છે જ્યાં લોકો ચેટનાં માધ્યમથી બિઝનેસ કરી શકે છે. આ નવાં ફીચરની મદદથી હવે યુઝર્સ ડાયરેક્ટ શોપિંગ કરી શકશે. કંપનીનું માનવું છે કે આ ફીચરની મદદથી નાના વેપારીઓને બિઝનેસ કરવામાં મદદ મળશે.

વ્હોટ્સએપ એડવાન્સ સર્ચ

વ્હોટ્સએપમાં નવું એડવાન્સ ફીચર આવી ગયું છે. આ ફીચરથી કંપનીએ સર્ચને ઓર્ગેનાઈઝ કર્યું છે. હવે વ્હોટ્સએપ સર્ચ ઓપન કરતાં જ અલગ અલગ કેટેગરી જોવા મળશે.

વ્હોટ્સએપ વેબથી વીડિયો કોલિંગ

કંપની ટૂંક સમયમાં વ્હોટ્સ વેબ અર્થાત ડેસ્કટોપ અને લેપટોપ પર પણ વોઈસ અને વીડિયો કોલિંગ શરૂ કરવા જઈ રહી છે. આ ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ સફળ રહ્યું તો તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. આ ફીચર સંબંધિત એક રિપોર્ટ અનુસાર, કંપનીએ સિલેક્ટેડ યુઝર્સને આ ફીચર ટેસ્ટ કરવા માટે ફીચરનો એક્સેસ આપ્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જાણો કેમ સંભોગ દરમિયાન છોકરીઓની યોનિમાંથી લોહી નીકળે છે?

Nikitmaniya

નિયમિત સંભોગથી દૂર થઈ શકે છે મહિલાઓની આ મોટી સમસ્યા, દરેકે જરૂરથી જાણવું જોઈએ

Nikitmaniya

Romantic: છોકરીને પ્રપોઝ કરતા પહેલા આ 5 વાતો જાણી લેશો તો ‘ના’ નહીં સાંભળો

Nikitmaniya