Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

સાપ્તાહિક લવ રાશિફળઃ માતાજીના આશીર્વાદથી આ રાશિઓના સંબંધો બનશે વધુ મજબૂત

ઓક્ટોબર મહિનાના આ અઠવાડિયાની શરૂઆત પહેલા જ નવરાત્રી શરૂ થઈ છે અને આ સમગ્ર અઠવાડિયું ભક્તિમય માહોલમાં પસાર થશે. સાથે જ અઠવાડિયાના મધ્યમાં શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. ગ્રહ-નક્ષત્રોના હિસાબથી આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમામની અસર તમારી લવ લાઈફ પર પડશે. કેટલીક રાશિઓમાં તેના ફેરફારથી તમારી લવ લાઈફમાં ખુશી અને આનંદની ઉમ્મીદ જાગશે તો કેટલીક રાશિઓમાં માટે ખરાબ સમય રહેશે. તમારી રાશિ પર કેવી અસર થશે જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર નંદિતા પાંડેય…

​મેષ

પ્રેમ સંબંધમાં રાહત પ્રાપ્ત થશે. જેમ-જેમ અઠવાડિયું આગળ વધશે, એકબીજા પ્રત્યે પ્રેમ મજબૂત થતો જશે. પિતા તુલ્ય વ્યક્તિના આશીર્વાદ મળશે અને કોઈ ધાર્મિક જગ્યાએ જવાની તક મળશે. સપ્તાહના અંતમાં કોઈ એવા વ્યક્તિની મદદ તમને આ મામલે પ્રાપ્ત થઈ શકે છે જેમણે મહેનત કરીને મુકામ હાંસેલ કર્યો હોય.

​વૃષભ

અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધમાં બેચેની વધી શકે છે અને જેવા પ્રકારની ખુશીઓ તમે ઈચ્છો છો, તેમાં સમય લાગી શકે છે. અઠવાડિયાના બીજા ચરણમાં રોમાન્ટિક પળોનો આનંદ પ્રાપ્ત થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને રાહત પ્રાપ્ત કરશો અને પોતાની લવ લાઈફથી સંબંધિત કોઈ ખુશખબરી પ્રાપ્ત કરી શકો છો.

​મિથુન

આ અઠવાડિયે તમારે પોતાની લવ લાઈફમાં રાહત પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. કોઈ વાતને લઈને મન ચિંતામાં રહેશે અને પોતાના મનની વાત કોઈને કરી પણ નહીં શકો. સંયમ અને વ્યવહાર કુશળતા તમારા જીવનમાં રાહત અને શાંતિ સ્થાપિત કરશે.

​કર્ક

પ્રેમ સંબંધમાં ધીમે-ધીમે સ્થિતિઓ સુધરતી જશે અને મનમાં રાહત પ્રાપ્ત કરશો. પાર્ટનર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. સાથે જ વૈવાહિક જીવનમાં સુખની અનુભૂતિ પ્રાપ્ત થશે. લવ લાઈફને મજબૂત કરવા માટે કોઈ કડક નિર્ણય લેશો. અઠવાડિયાના અંતમાં તમારા જીવનમાં એક બેલેન્સ બનાવીને આગળ વધવું જોઈએ ત્યારે જ લવલાઈફમાં રોમાન્ટિક સ્થિતિઓ બનશે.

​સિંહ

આ અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવલાઈફમાં ચિંતિત રહેશો અને કોઈ મહિલાના કારણે માનસિક કષ્ટ આવી શકે છે. ધૈર્ય અને વ્યવહાર કુશળતા તમારી રિલેશનશીપને વધારે મજબૂત કરશે. કોઈ માતા તુલ્ય મહિલા તમારી લવ લાઈફમાં મદદ કરી શકે છે. અઠવાડિયાના અંતમાં શાંતિ અનુભવશો પરંતુ ધીમે-ધીમે સ્થિતિમાં ફેરફાર થશે.

​કન્યા

મહિલા વર્ગના કારણે માનસિક કષ્ટ વધારે રહેશે અને પ્રેમ સંબંધમાં પ્રતિકૂળ વાતાવરણ રહેશે. વ્યાપક દ્રષ્ટિકોણ તમારી લવ લાઈફમાં સકારાત્મકતા લઈને આવશે, જેનાથી તમારી સમસ્યાઓ ખતમ થશે અને દરેક વસ્તુને લઈને દ્રષ્ટિકોણ બદલાશે. અઠવાડિયાના અંતમાં જીવનમાં ચડતી-પડતી રહેશે પરંતુ સ્થિતિઓ અનુકૂળ થતી જશે અને એકબીજા પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થશે.

​તુલા

અઠવાડિયાની શરૂઆતમાં વાતચીત દ્વારા સ્થિતિનું સમાધાન શોધવાનો પ્રયાસ કરશો તો સારું પરિણામ સામે આવશે અને સમય રોમાન્ટિક પસાર થશે. એક નવો વિચાર તમારા સંબંધને વધારે મજબૂત કરશે અને પરિણીત લોકો દાંમ્પત્ય જીવનનું ભરપૂર સુખ પ્રાપ્ત કરી શકે છે. અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધમાં ખૂબ રાહત અને સુખદ અનુભવ રહેશે.

​વૃશ્ચિક

પ્રેમ સંબંધમાં આ અઠવાડિયે બેચેન રહેશો અને સ્થિતિઓ તમારા કન્ટ્રોલથી બહાર જઈ શકે છે. કાળચક્ર તમારી તરફેણમાં ફરી રહ્યું છે અને સીધો મતલબ છે કે તેની સીધી અનુકૂળ અસર તમારી લવલાઈફ પર પડશે. આ સમય ક્ષણિક રહેશે અને અઠવાડિયાના અંતમાં સમય સુખદ રહેશે. ઘરના કોઈ વડીલના આશીર્વાદ તમારી લવ લાઈફમાં રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

​ધન

તમારી લવ લાઈફના મામલામાં અઠવાડિયાની શરૂઆતમાં કોઈ વાતને લઈને વાદ-વિવાદ વધી શકે છે. કોઈ વડીલને લઈને મન બેચેન રહેશે. જેના કારણે તમે પોતાના પ્રેમ સંબંધ તરફ ધ્યાન નહીં આપી શકો. લવ લાઈફ માટે કોઈ ખાસ નિર્ણય લઈ શકો છો. અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધ મજબૂત થશે અને લવ લાઈફ રોમાન્ટિક રહેશે.

​મકર

આ અઠવાડિયે તમે પોતાની લવ લાઈફને લઈને ખૂબ પ્રસન્ન અને રોમાન્ટિક સમય પસાર કરશે. તમારો વ્યવહાર તમારી લવ લાઈફમાં કુશળતા લાવશે અને તમારા વિચારને પણ વ્યાપક કરશે. એકબીજાનો પ્રેમ મજબૂત થશે અને તમે સારા ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ કરવાના મૂડમાં રહેશો.

​કુંભ

અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવલાઈફમાં ખૂબ ખુશ નજર આવી રહ્યો છો અને પોતાના પાર્ટનર સાથે શોપિંગમાં પણ મન લાગવશો. જીવનમાં નવા ફેરફાર જોવા મળશે. પરિવાર તરફથી કોઈપણ શુભ સમાચાર પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતમાં સમય અનુકૂળ રહેશે, મન આનંદિત રહેશે અને પોતાના પ્રિયજનો સાથે સુખદ સમયે પસાર કરશો.

​મીન

અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવ લાઈફમાં કોઈ તકરારને વાતચીત દ્વારા સોલ્વ કરશો તો ઘણી રાહત પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે મળીને ભવિષ્યનું પ્લાનિંગ કરશો અને પ્રિયજનો સાથે સુખદ સમય પસાર કરશો. દિલની વાત ખુલીને સામે રાખશો. અઠવાડિયાના અંતમાં તમારી ચાર્મિંગ પર્સનાલિટી તમારા પ્રેમ સંબંધને મજબૂત કરશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

શ્રાવણ માસ નિમિતે પવિત્ર બાર જ્યોતિર્લિંગ વિષે જાણો કેટલીક જાણી અજાણી વાતો અને શિવ ભક્તિમાં લીન થાઓ

Nikitmaniya

શાસ્ત્રો મુજબ જે લોકોમાં આ 6 ખરાબ આદતો હોય છે,તેમનું ઘર છોડી ને જતી રહે છે લક્ષ્મી..

Nikitmaniya

Rashifal 24 ઓગસ્ટ 2020 :– દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya