Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

સાપ્તાહિક રાશિફળ : 14થી 20 સપ્ટેમ્બર સુધીના દિવસો કેટલા શુભ છે 12 રાશિઓ માટે વાંચો એક ક્લિક પર

સાપ્તાહિક રાશિફળ : 14થી 20 સપ્ટેમ્બર સુધીના દિવસો કેટલા શુભ છે 12 રાશિઓ માટે વાંચો એક ક્લિક પર

મેષ

મેષ રાશિના જાતકો વ્યવસાયિક મોરચે કંઈક નવું કરવાની યોજના બનાવશે. સંબંધીઓનો સહયોગ મળશે. તમે તમારા જીવનસાથી સાથે સુખદ સમય વિતાવશો. તમારા ભાઈ-બહેનનો પ્રેમ અને સ્નેહ મળશે. સપ્તાહના કેટલાક દિવસો દરમિયાન તમે થોડી અશાંતિ અનુભવી શકો છો. પરંતુ નસીબ તમારો સાથ આપશે. સંબંધોમાં સકારાત્મકતા વધશે. આ સપ્તાહમાં ખૂબ કામ રહેશે. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી પણ જરૂરી છે.

વૃષભ

વૃષભ રાશિના લોકો અઠવાડિયાના શરૂઆતમાં તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિનો અનુભવ કરશે. પરંતુ તેમના પિતા સાથેના સંબંધમાં કોઈ સમસ્યા આવી શકે છે. ઘર પરિવારની બાબતોમાં સ્થિતિ અનુકૂળ રહેશે જેથી શાંતિ મળશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે તેવી સંભાવના છે. ઓફિસમાં સિનિયર મદદ કરશે. સપ્તાહના અંતમાં દાંપત્યજીવનમાં આનંદ આવશે. આર્થિક લાભ થવાની શક્યતા નથી.

મિથુન

મિથુન રાશિના લોકો આ અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં પૈસાની આવક અને ધંધાની સ્થિતિથી ચિંતિત રહેશે. તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ થવાની સંભાવના છે. તમારે તેવી ઇચ્છાને નિયંત્રિત કરવી જોઈએ જેના કારણ સમસ્યાઓ પેદા થઈ શકે છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં કામમાં સફળતા મળશે. ધન અને સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે સપ્તાહ પૂર્ણ થશે.

કર્ક

કેટલાક સારા સમાચારોના કારણે કર્ક રાશિના લોકો ખુશ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જે લોકો કમિશનનું કામ કરે છે તેમને સારી આવક થશે. આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. તેઓ તેમના મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે. નાણાકીય લાભની સંભાવના છે. પ્રેમીજનોના સંબંધ સુધરશે. વૈવાહિક જીવનમાં ઝઘડા હશે તો તેનો અંત આ સપ્તાહના અંત સાથે આવી જશે.

સિંહ

સિંહ રાશિના લોકોની બહાદુરી અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. તમે આ અઠવાડિયામાં તમારા કાર્ય વિશે વધુ સક્રિય થશો. તમને કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળે તેવી સંભાવના છે. પોતાની જાતને વિવાદોથી દૂર રાખો કારણ કે તેનાથી તમને માનસિક અશાંતિ સહન કરવી પડશે. તમારું કૌટુંબિક અને વૈવાહિક જીવન સામાન્ય રહેશે. સપ્તાહનો અંતિમ સમય થોડી પરેશાની સાથે આવશે.

કન્યા

કન્યા રાશિના લોકોને અનેક પ્રકારના લાભ થવાની સંભાવના છે. તમારા ભાઈ-બહેન ઉદારતાથી તમને મદદ કરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અઠવાડિયું સારું રહેશે. આ સપ્તાહમાં સ્વાસ્થ્ય સમસ્યા હશે તો પણ તે દૂર થઈ જશે. આ અઠવાડિયામાં માનસિક તાણ પણ દૂર થશે. કાર્યમાં સફળતા મળશે અને નાણાકિય સ્થિતિ પણ સુધરતી જોવા મળે છે.

તુલા

તુલા રાશિના લોકોએ અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે. અઠવાડિયાની શરૂઆતમાં ખર્ચ પણ વધુ થશે જે તમારી ચિંતા વધારી શકે છે. તમે એવી પ્રવૃતિઓ કરવા તરફ આકર્ષીત થઈ શકો છો જે તમારો સમય બગાડશે. તમારું કૌટુંબિક અને વૈવાહિક જીવન સારું અને સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તમારા બાળકોનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોને આ સપ્તાહમાં કેટલાક ફાયદા થવાની સંભાવના છે. જુના રોકાણનો લાભ હવે મળશે. બિનજરૂરી વિચારોમાં સમય બગાડો નહીં. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. તમારો આત્મવિશ્વાસ અભૂતપૂર્વ સ્તરે વધશે. વેપારીઓને ધનલાભ થાય તેવી સંભાવના છે. મીડિયા અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનારાઓનું સપ્તાહ સારું અને લાભદાયી રહી શકે છે.

ધન

ધન રાશિના લોકો તેમની સંપત્તિ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મેળવશે. મોટાભાગની સમસ્યાઓ આ અઠવાડિયામાં સમાપ્ત થશે. જેઓ બેંક સાથે અથવા કમિશનથી કામ કરે છે તેમની કમાણી વધશે. પગારદાર લોકો તેમના કાર્યસ્થળ સંબંધિત બાબતોમાં સારી સફળતા મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથ આપશે. તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી તરફ ધ્યાન આપવું. સપ્તાહનો અંત ખર્ચ વધારનાર સાબિત થશે.

મકર

મકર રાશિના લોકો ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિનો અનુભવ કરશે. જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હશે તો તે દૂર થશે. તમે તમારા બાળક સાથે ઉત્તમ સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. તમારું ભાગ્ય ચમકી જશે. તમારા પ્રેમ સંબંધોનો પણ શુભ પરિણામ આવશે. આ સપ્તાહમાં અનેક શુભ સમાચારો સાંભળવા મળશે.

કુંભ

કુંભ રાશિવાળા લોકોને અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડશે. વ્યર્થ કામ કરવામાં તમે તમારો સમય અને પૈસા બગાડશો તેવી સંભાવના છે. મહિલાઓના કારણે લાભ થાય તેવી શક્યતા છે. તમે સકારાત્મક વિચારો રાખશો તો મન ભટકશે નહીં અન્યથા સમય વિચારોમાં વ્યર્થ થઈ જશે.

મીન

મીન રાશિના લોકો આ અઠવાડિયામાં વેપારથી લાભ કરશે. તમે તમારી જીવનશૈલી અને દેખાવ પર વધુ ધ્યાન આપશો. તમારા પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. વાદ-વિવાદ અને કારણ વિનાની ચર્ચાથી દૂર રહો. અઠવાડિયાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સાવચેત રહો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashi Fal: 14.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

Rashifal: સોમવારની શરુઆત કરો રાશિફળ અને દિવસને લાભકારી બનાવવાના ઉપાયો વાંચીને

Nikitmaniya

આ 7 રાશિઓ ને જબરદસ્ત લાભ મળવાનો યોગ બની રહ્યો છે, બજરંગબલી દરેક સમસ્યામાંથી બહાર કાઢશે

Nikitmaniya