વેબ સીરીઝ શૂટ કરવાના બહાને યુવતી સાથે કરી ગંદી હરકત, પોર્નસાઇટ પર નાંખી દીધી મોડેલની બોલ્ડ ફિલ્મ અને…

મધ્ય પ્રદેશમાં વેબ સીરીઝ લૉન્ચના નામે એક યુવતીની અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટનો ખુલાસો થયો છે. આ મામલે કાસ્ટિંગ ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર, ધામનોદની રહેવાસી યુવતીએ સાયબર પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2019માં તેને બ્રિજેન્દ્ર નામના શખ્સે વેબ સીરીઝમાં લોન્ચ કરવાની લાલચ આપી અને પોતાના ફાર્મ હાઉસ પર લઇ ગયો. આ યુવતી ઇન્દોરમાં મોડેલિંગ કરે છે.

અશ્લીલ ગ્રુપ

યુવતી પોતાના કાસ્ટિંગ ડાયરેક્ટર મિત્ર મિલિંદ સાથે ત્યાં પહોંચી. બ્રિજેન્દ્રએ તેને એક બોલ્ડ મૂવી સીરીઝમાં કામ અપાવવાના બહાને કેટલાંક બોલ્ડ સીન શૂટ કર્યા. તેને જણાવવામાં આવ્યું કે તેમાંથી અશ્લીલ કંટેટ હટાવીને કેટલાંક સીન રાખતા ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરીશુ.

અશ્લીલ ગ્રુપ

તે બાદ યુવતી આ ફિલ્મની સીરીઝની રાહ જોતી રહી. આ ફિલ્મ રીલીઝ તો થઇ પરંતુ પોર્ન વેબસાઇટ પર, તે પણ તમામ અશ્લીલ અને બોલ્ડ સીન સાથે.

લવ મેરેજ

યુવતીને તેના એક પરિચિતે આ વિશે જણાવ્યું પરંતુ ત્યાં સુધીમાં 4 લાખ લોકો આ ફિલ્મને જોઇ ચુક્યા હતાં. ગભરાઇને તેણે બ્રિજેન્દ્ર અને પોતાના મિત્રનો સંપર્ક કર્યો પરંતુ તેમણે યુવતીને ઇગ્નોર કરી દીધી.તેના પર યુવતીએ કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી. તેમાં મિલિંદની પૂછપરછ ચાલી રહી છે જ્યારે બ્રિજેન્દ્ર ફરાર છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube