કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડ બંનેમાં જાણીતી છે. “સિંઘમ” એક્ટ્રેસ હાલના દિવસોમાં માલદીવમાં પોતાનું હનીમુન મનાવી રહી છે. થોડા દિવસો પહેલા જ તેને બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. હવે તે પોતાનું હનીમૂન એન્જોય કરી રહી છે.

કાજલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ચીજો ફેન્સ સાથે શેયર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાના હનીમૂનની અમુક તસ્વીરો શેયર કરી હતી. આ તસ્વીરોમાં તે પોતાના પતિ ગૌતમની સાથે સમુદ્રમાં સ્વિમિંગ કરતી નજર આવી રહી છે.

સ્વિમિંગ દરમિયાન બન્ને એક બીજાનો હાથ પકડી રાખ્યો હતો અને પ્રેમથી એકબીજાને જોઈ રહ્યા હતા. તેમની આ તસ્વીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તેમાં કાજલનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ફોટો જોઈને સ્પષ્ટ છે એ બંને આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

આ તસ્વીરોને કાજલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. સાથોસાથ તેમણે લખ્યું છે કે, “મને સમુદ્ર સાથે પ્રેમ છે. વાદળી રંગ હંમેશાથી મને પસંદ છે.” કાજલની આ તસ્વીરોને લોકો ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ કાજલે પોતાના હનીમૂનની અમુક યુનિક તસ્વીરો શેયર કરી હતી. તેમાં તે માછલીઓ અને પાણીથી ભરેલી છતની નીચે બેડ પર પતિ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. કાજલનો આ અંદાજ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.

 

મહત્વપૂર્ણ છે કે કાજલ થોડા સમય પહેલાં મુંબઈનાં એક ફાઇવ સ્ટાર હોટલમાં પ્રાઇવેટ મેરેજ સેરેમની આયોજિત કરી હતી. આ સમારોહમાં તેમના નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો સામેલ થયા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને લગ્નનું સેલિબ્રેશન ખૂબ જ સિમ્પલ રાખવામાં આવ્યું હતું.

 

વળી તમને લોકોને કાજલ અગ્રવાલના હનીમૂનની તસ્વીરો કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો. કામની વાત કરવામાં આવે તો કાજલ ખૂબ જ જલ્દી અભિનેતા કમલ હસનની સાથે આગામી ફિલ્મ “ઇન્ડિયન-ટુ” માં નજર આવશે. કાજલનાં ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube