Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Sports

One Day: વિરાટ સેના પાસે નથી પ્લાન-બી, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે કપરા ચઢાણ

સિડનીઃ લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. વિશ્વનું સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ હોવા છતાં શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારત યજમાન ઓસ્ટ્રેલિયાને નિયંત્રણમાં રાખી શક્યું ન હતું. ભારતીય બોલર્સ નિષ્ફળ રહ્યા હતા. હવે ભારત આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમ સામે શ્રેણી બચાવવાનો પડકાર રહેશે. મેચનું પ્રસારણ ભારતીય સમય પ્રમાણે સવારે 9.10 કલાકથી થશે. પ્રથમ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લી ધી છે. ભારતનો 66 રને પરાજય થયો હતો પરંતુ ટીમ કેટલા રનથી હારી તે મહત્વનું નથી, પણ યજમાન ટીમે જે રીતે ભારતીય ટીમની નબળાઈ છતી કરી દીધી તે મહત્વનું છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો ન હોવાથી ટીમનું બેલેન્સ બગડી ગયું છે તે ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે.

બોલિંગ કરી શકતો નથી હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા ઈજામુક્ત થયા બાદ ફક્ત બેટિંગ કરી રહ્યો છે અને તે બોલિંગ કરી રહ્યો નથી. આઈપીએલની 13મી સિઝનમાં પણ તેણે બોલિંગ કરી ન હતી. તે વન-ડે સિરીઝમાં તો બોલિંગ કરી શકશે નહીં, કદાચ તે ટી20 વર્લ્ડ કપ સુધીમાં બોલિંગ કરે તેવી શક્યતા છે. હાર્દિક જોકે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પ્રથમ મેચમાં 76 બોલમાં 90 રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો.

બેકઅપ ઓલરાઉન્ડર અને પ્લાન-બીનો અભાવ

હાર્દિક પંડ્યા ફક્ત બેટ્સમેન તરીકે રમી રહ્યો છે તેવામાં ભારતીય પાસે બેકઅપ ઓલરાઉન્ડરની સમસ્યા છે અને ટીમ પાસે પ્લાન-બી પણ નથી. તેથી ભારતે તેના પ્લાન-એને યોગ્ય રીતે અમલી બનાવવો પડશે. તેવામાં કોહલી ઈચ્છશે કે તેના બોલર્સ વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે. ભારત પાસે હાલમાં કોઈ પાર્ટ ટાઈમ બોલર પર નથી જે ટીમને મદદ રૂપ થઈ શકે. પ્રથમ મેચમાં યજમાન ટીમના ટોપ ઓર્ડરમાં એરોન ફિંચ, ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથે જસપ્રિત બુમરાહની આગેવાનીવાળા બોલિંગ આક્રમણની ધોલાઈ કરી હતી.

સ્પિન બોલિંગ આક્રમણ નબળુ જોવા મળ્યું

ભારત પાસે યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીના રૂપમાં સ્પિનર્સ છે પરંતુ પ્રથમ મેચમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ બંનેએ 20 ઓરમાં 172 રન આપ્યા હતા. ભારત પાસે વન-ડેમાં નટરાજનના રૂપમાં બેકઅપ સ્પિનર છે. જો, કોઈ ઈજાના કારણે રમી શકે નહીં તો બેટિંગ ક્ષમતા જોતા શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

બેટિંગ અને બોલિંગમાં ઓસ્ટ્રેલિયાએ કરી હતી કમાલ

પ્રથમ વન-ડેમાં એરોન ફિંચની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગ અને બેટિંગમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ફિંચ અને સ્મિથે સદી ફટકારી હતી જ્યારે વોર્નરે અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે પણ તોફાની બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં જોશ હેઝલવૂડે ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો અને બાદમાં લેગ-સ્પિનર એડમ ઝામ્પાએ તરખાટ મચાવ્યો હતો. તેથી ભારતે શ્રેણી જીવંત રાખવા માટે બેટિંગ અને બોલિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરવું પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

કોહલી અને સચિનમાંથી મહાન બલ્લેબાજ કોણ? તે જાણી લો ગૌતમ ગંભીરના શબ્દોમાં..

Nikitmaniya

BIG NEWS : IPL 2020 પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સમાં ફેલાયો કોરોના, 11 સદસ્યોને ચેપ લાગતાં ધોની સહિતની ટીમ ક્વોરંટીન

Nikitmaniya

હોટનેસ જોઈને પણ કોઈ પણ સમજી બેસે છે મોડલ, આ છે ભારતની સુપર હોટેસ્ટ ગોલ્ફર ખેલાડી

Nikitmaniya