વાયરલ થયા સંજય કપૂરની દીકરી શનાયાના સુંદર ફોટા, જોઈને નજર નહિ હટાવી શકો

ભલે ને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે હજી સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ નથી કર્યું પણ સમયની સાથે શનાયા ધીમે ધીમે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવાના પ્રયત્નમાં લાગેલી છે. શનાયા કપૂર પહેલાથી જ પાપારાઝી અને સોશ્યિલ મીડિયા પર ઘણી પ્રખ્યાત છે. આ બધા વચ્ચે ઠોસ દિવસો પહેલા જ બૉલીવુડ અભિનેતા રહી ચૂકેલા સંજય કપૂરે પોતાની દીકરી શનાયાના કેટલાક સુંદર ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ બધા ફોટામાં શનાયા કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે. સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરેલા આ ફોટામાં શનાયાએ વાઈટ ક્રોપ ટોપ અને બ્લેક પેન્ટ્સ પહેરી છે. એની સાથે શનાયાએ મલ્ટી કલર્ડ જેકેટ પહેર્યું છે. શનાયા આ ફોટામાં કેમરાની સામે જે રીતે પોઝ આપી રહી છે, એમાં એ ખુબ જ સુંદર લાગી રહી છે. સટલ મેકઅપ સલેન્ડર ફિગરમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

જેવા સંજય કપૂરે પોતાની દીકરી શનાયાના આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા તરત જ બધા ફેન્સની ઘણી કમેન્ટ આવવા લાગી. અમે તમને જણાવી દઈએ કે શનાયા કપૂર અને અનન્યા પાંડે એકબીજાના ખુબ જ સારા મિત્ર છે. શનાયા કપૂરે અનન્યા પાંડેની જેમ જ પ્રીસ્ટિજીયસ લે બૉલ ડેસ ડેબ્યુટેન્ટ્સ પેરિસમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. એમાં એમણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં એ ખુબ જ સુંદર લાગી રહી હતી. આ રેડ કલરના ડ્રેસમાં શનાયા કોઈ પ્રિન્સેસ જેવી જ લાગતી હતી. અમે તમને જણાવી દઈએ કે શનાયા કપૂર પોતાની કઝીન સિસ્ટર જ્હાન્વી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રૂપે કામ કરી રહી છે.

એક ઇન્ટરવ્યૂમાં શનાયા કપૂરથી એમના બોલીવુડ ડેબ્યુની લઈને સવાલ કરવામાં આવ્યા. જેના જવાબમાં એણે કહ્યું,’હું હંમેશાથી કરણ જોહર સાથે કામ કરવા ઈચ્છું છું. મને નથી લાગતું કે કોઈ પણ એક્ટર કરણ જોહર સાથે કામ કરવાની ના પાડશે. એ એકદમ મારા પરિવાર જેવા છે. કરણ ખુબ જ પ્રતિભાવાન અને એક ખુબ જ સારા નિર્દેશક છે. મને એવું લાગે છે કે હું ત્યારે રોવા લાગીશ જયારે તેઓ મને એમની ફિલ્મ માટે સાઈન કરશે. હું ખુબ જ ઈમોશનલ થઇ જઈશ અને કદાચ મરી જઈશ.’ શનાયા કપૂર સોશ્યિલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. એ સિવાય શનાયા કપૂર હંમેશા કોઈ ને કોઈ પાર્ટીમાં કે પછી ઇવેન્ટમાં જોવા મળે છે.

ગુંજન સક્સેનાની બાયોપિકનું નામ ‘ગુંજન સક્સેના : દ કારગિલ ગર્લ’ છે. આ બાયોપિકમાં ગુંજન સક્સેનાની ભૂમિકા જ્હાન્વી કપૂર અદા કરી રહી છે. ફિલ્મ ‘ધડક’ માં કામ કર્યા પછી જ્હાન્વી કપૂર બીજી વાર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઇ ચુક્યો છે. લોકો ફિલ્મનો ફર્સ્ટ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરની સાથે પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બાયોપિકમાં પંકજ ત્રિપાઠીએ જ્હાન્વી કપૂરના પિતાની ભૂમિકા નિભાવી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube