ગ્રામ્ય વિસ્તાર માં હવે ઘર વિહોણા લોકો માટે સરકાર આપી રહી છે પ્લોટ, જાણો કેવી રીતે તમે પણ આ યોજના…

ગ્રામીણ બેઘર પરિવારોને મકાન બનાવવા માટે મફત પ્લોટ પૂરા પાડવા માટેની યોજનામાં સુધારો
ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટ બાંધકામ માટે નિ: શુલ્ક રહેણાંક પ્લોટ આપવાના હેતુથી સ્થાપના દિનનો અમલ ગુજરાતમાં 1/5/17 ના ઠરાવ સાથે કરવામાં આવ્યો છે.

વિકાસની ભાવના હેઠળ લોકકલ્યાણ યોજનાના અમલીકરણના સારા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મફત પ્લોટ આપવાની નીતિમાં સુધારો કરીને 1 લી મે, 2013 ના રોજ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નવી નીતિ લાગુ કરવામાં આવી છે. દેશભરમાં જમીનનો પ્લોટ લાભાર્થીઓને વિના મૂલ્યે આપવાનું રાજ્ય સરકારનું નામ છે.

યોજના♦

                 રાજ્યના ગ્રામિણ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા કુટંબોને ૧૦૦ ચો.વાર નો પ્લોટ આપવાની યોજના સરકારે અમલ કરેલ છે

♦લાભ કોને મળે♦

              (૧) જેઓ પ્લોટ વિહોણા હોય

              (૨) જેઓ સામાજિક –આર્થિક અને જાતી આધારીત વસ્તી ગણતરી -૨૦૧૧ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટંબમાં આવતા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર

                  સરકારની  હાઉસિંગ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય

              (૩) જેઓ પુખ્ત વયના હોવા જોઇએ.

              (૪) પતિ અથવા પત્નિ ના નામે રાજ્યમાં ક્યાંય પ્લોટ કે મકાન ન હોવા જોઇએ.

               (૫) જેઓ એ ગ્રામ્ય વિસ્તારમાં  છેલ્લા એક વર્ષથી વસવાટ કરતા હોવા જોઇએ

             (૬) જેના નામે ખેતીની જમીન ન હોવી જોઇએ અથવા સંયુક્ત નામે હોય અને વડવાના નામે જમીન હોય અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં,

                      પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટરથી વધારે ન હોય અને બિન પિયતવાળી જમીનના કિસામાં એક હેક્ટરથી વધારે ન હોવી જોઇએ.

♦અરજી ક્યાં કરવાની♦

            ગ્રામ પંચાયત

♦અરજી સાથે જોડવાના / રજુ કરવાના પુરાવા♦

            (૧) પુખ્ત વયના પુરાવ તરીકે જન્મ નોંધણીનુ પ્રમાણ પત્ર,શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર,ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ માં થી કોઇ પણ એક

            (૨)ઓળખ અને વસવાટ પુરાવા તરીકે  રેશનકાર્ડ,ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડમાં થી કોઇ પણ એક

            (૩) જમીન ધારણ કરતા નથી /વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છેતે અંગે તલાટીકમ મંત્રીનું પ્રમાણપત્ર અને અને જમીન ધારણ કરતા હોય તો

                 ગામ    નમૂના નં-૭

            (૪) અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુંટુબના કોઇ વ્યક્તિના નામે રાજ્યમાં કોઇ પણ સ્થળે     ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં જમીન/મકાન નથી તે 

                   મતલબનુ એકરાર  નામુ નિયત નમૂનામાં

વધુ માહિતી માટે ક્લિક કરો :મફત પ્લોટ યોજના માહિતી

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube