ભારત એક એક એવો દેશ રહેલો છે જ્યાં હજારો પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે. સાથે સાથે આ દરેક મંદિર કોઈને કોઈ ઈતિહાસ ધરાવતા હોય છે. તમને જણાવી દઈએ કે કેટલાક તો એવા મંદિરો રહેલા છે જ્યાં ભકતોની વધારે ભીડ જોવા મળતી હોય છે, આટલું જ નહિ પરંતુ ઘણા ભકતો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા જોવા મળતા હોય છે.

દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે જેને લઈને ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર બની જતું હોય છે ત્યારે અનેક દેવી કે દેવતાની સાચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો દરેક ભક્તની દરેક મુશ્કેલીઓ દૂર થતી હોય છે. આજે અમે તમને આવા જ એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે મંદિર વિજાપુરની પાસે આવેલા ખણુસા ગામમાં આવેલું માં મેલડી માતાનું અનોખું મંદિર જ્યાં મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ મનને શાંતિનો અનુભવ થાય છે.

આ મંદિરમાં રવિવારે હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે છે અને એક હાજરથી વધુ લોકો ત્યાં માતાજીના પ્રસાદનો પણ લાભ લે છે. ત્યાં દર્શને કરવા આવતા દરેક ભક્તોની મનોકામના માતા મેલડી માં પુરી કરે છે.

મેલડી માતાજીના આ મંદિરના અનેક ચમત્કાર છે. જે કોઈ ભક્તને પરેશાની હોય તો તે મેલડી માતા મંદિરે જાય છે અને તેમના દર્શન કરીને મેલડી માંને રજુવાત કરે છે. ત્યારે તે ભક્તની દરેક પરેશાની દૂર થઈ જાય છે અને ભક્તો મેલડી માતાની માનતા પણ રાખતા હોય છે.

આ મંદિરે રવિવારના દિવસે 5 થી 6 હજાર લોકો મેલડી માતાજીના દર્શને આવતા હોય છે અને તહેવારમાં આ મંદિરમાં ખુબજ ભીડ જોવા મળતી હોય છે. આ મંદિરે ભક્તો માટે દરેક સુવિધા કરવામાં આવતી હોય છે. જેથી માતાજીના ભક્તો શ્રદ્ધાથી આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube