વાસ્તુ શાસ્ત્ર મુજબ, દક્ષિણ અથવા પશ્ચિમની દિવાલ પરના અરીસાઓ વિરુદ્ધ દિશાઓમાંથી આવતી ઉર્જાને પ્રતિબિંબિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જાણો ઘરની અંદર કેવી રીતે અને ક્યાં અરીસો લગાવવો જોઈએ.

જો અરીસો યોગ્ય દિશામાં ન હોય તો વાસ્તુ વિજ્ઞાન મુજબ તે સંબંધોને વેરવિખેર કરવાનું મૂળ કારણ બની શકે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ, અરીસા ઘરની ઉર્જાને ખૂબ અસર કરે છે, જે માનસિક અને શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. પતિ-પત્ની વચ્ચે અંતર અને તાલમેળમાં અભાવની પાછળ ઘરમાં રહેલો અરીસો પણ હોઈ શકે છે જે ખોટી દિશા અને સ્થાન પર મૂકવામાં આવ્યો હોય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં અરીસા (Mirror) યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો તે વ્યક્તિના જીવન ઉપર નકારાત્મક અસર કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા હંમેશા પૂર્વથી પશ્ચિમમાં અને ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરે છે.

અરીસો પૂર્વ અથવા ઉત્તર દિવાલ પર એવી રીતે લગાવવો જોઈએ કે જોનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ રહે. દક્ષિણ અથવા પશ્ચિમની દિવાલ પર લગાવેલા અરીસાઓ વિરુદ્ધ દિશાઓમાંથી આવતી ઉર્જાને પ્રતિબિંબિત કરે છે. ચાલો જાણીએ ઘરમાં લગાવવામાં આવતા અરીસા કે દર્પણનું વાસ્તુ શાસ્ત્ર જોડાણ.

 • – ઘરમાં અરીસો રાખવા માટેની ઉત્તમ દિશા એ ઉત્તર, પૂર્વ અથવા પૂર્વોત્તર દિશા માનવામાં આવે છે. આ દિશામાં અરીસો રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
 • – ઘરની તિજોરી અથવા કબાટની સામે રાખેલો અરીસો ઘરની સંપત્તિમાં વધારો કરે છે.
 • – અરીસો ક્યાંયથી પણ તૂટેલો હોવો જોઈએ નહીં. સાથે જ તે સાફ અને શુદ્ધ હોવો પણ ખૂબ મહત્વનું છે.
 • – બેડરૂમમાં કોઈપણ અરીસો લગાવતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ. અરીસાને રૂમમાં એવી રીતે મૂકો કે લગાવવો કે જેથી સૂતા સમયે શરીરનો કોઈ પણ ભાગ તેમાં દેખાતો ન હોય, કારણ કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
 • – વાસ્તુ શાસ્ત્ર મુજબ, અરીસા દક્ષિણ દિશામાં ન રાખવા જોઈએ. અહીં અરીસો હોવાથી પ્રિયજનો સાથે વૈચારિક મતભેદોની સ્થિતિ સર્જાય છે. આ સિવાય સંબંધોમાં ચર્ચા એટલી વધી જાય છે કે છૂટાછેડા પણ થઈ શકે છે. તેથી, આ દિશામાં અરીસાને ટાળવું જોઈએ. 
 • – ઓરડો કે રૂમ નાનો હોવાને કારણે જો અરીસાને તમારા પલંગની સામે રાખવામાં આવ્યો છે, તો રાત્રે સુતી વખતે તે અરીસાને કપડાથી ઢાંકી દો. આનાથી નકારાત્મક ઉર્જાની અસરો નહીં થાય.
 • – ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો સ્થાપિત ન કરો, આનાથી વિખવાદ અથવા મુશ્કેલી વધે છે.
 • – અરીસાને રૂમમાં દિવાલો પર સામસામે ન રાખવો જોઇએ, આનાથી ઘરમાં તણાવ પેદા થઈ શકે છે.
 • – અરીસો સ્થાપિત કરતી વખતે, હંમેશા ધ્યાનમાં રાખો કે તેમાં ફક્ત સારી વસ્તુઓ જ દેખાવી જોઈએ.
 • – દુકાનમાં કેશ બોક્સ, બિલિંગ મશીન, રજિસ્ટર, લેજર એકાઉન્ટ સામે અરીસો લગાવવાથી વિશેષ ફાયદાઓ થાય છે. આ ઉપાય કરવાથી, વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે.
 • – બાથરૂમમાં હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં અરીસો લગાવવો જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube