દરેકને દહીં અને છાશ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આ બંને વચ્ચે ફાયદાની વાત કરવામાં આવે છે, ત્યારે છાશ વધારે ફાયદાકારક હોવાનું કહેવાય છે. લોકો એવું પણ માને છે કે વરસાદની ઋતુમાં દહીંને બદલે છાશ લેવાનું વધુ સારું છે. દહીં ફક્ત છાશ બનાવવામાં આવે છે, તેથી સવાલ થાય છે કે દહીં કરતાં છાશ કેવી રીતે વધારે ફાયદાકારક હતું? ચાલો જાણીએ છાશના ફાયદા.

છાશ મીઠી, ખાટી અને તૂરી એમ ત્રણ પ્રકારના સ્વાદવાળી છે. છાશ પચવામાં લઘુ એટલે કે સહેલાઈથી પચી જાય એવી, તથા આહારનું પાચન કરાવીને ભૂખ લગાડનાર અને રુક્ષ છે. તે કફ અને વાયુના રોગોમાં ઉત્તમ છે.

છાશને ઘણા લોકો ઠંડી માને છે, પરંતુ છાશ સ્વભાવે ઉષ્ણ છે. તે લીવરની વૃદ્ધિ, સોજા, અતિસ્રાવ, સંગ્રહણી, પાઈલ્સ, ઉદર રોગો, કબજિયાત, પાંડુરોગ, અરુચિ, તૃષ્ણા, ઉનવા, શૂળ અને મેદ માટે ઉત્તમ છે. મધુર એટલે મીઠી છાશ કફને ઉત્પન્ન કરે છે તથા પિત્તને શાંત કરે છે.

જ્યારે અતિ ખાટી છાશ વાયુનો નાશ કરે છે અને પિત્તને વધારે છે. હિંગ, જીરું અને સિંધાલુણ નાખેલી છાશ અતિ સારી એટલે વાયુને એકદમ મટાડે છે. તે અર્શ એટલે મસા અને અતિસાર એટલે પાતળા ઝાડા માટે અતિ ઉત્તમ છે. મૂત્રપ્રવૃત્તિમાં તકલીફ હોય અને તે ટીપે ટીપે આવતું હોય ત્યારે છાશનો ગોળ સાથે અને પાંડુરોગમાં મૂળ સાથે ઉપયોગ હિતાવહ છે.

જ્યારે દહીંને મથીને છાશ બનાવવામાં આવે છે, ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. સ્વરૂપ બદલવાથી છાશ પચવામાં સરળતા રહે છે અને તે ઝડપથી પચે છે. આ રીતે છાશ પાચન માટે સારી બને છે. છાશનો ઉપયોગ દહીં કરતા વધારે તાપમાનવાળા પીણા તરીકે થાય છે. જો નિયમિત રીતે સવારના નાસ્તા બાદ અને બપોરના ભોજન બાદ જો છાશ પીવામાં આવે તો તેનાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. એમાં પણ જો છાશ એ ગાયના દૂધમાંથી બનેલી હશે તો તે અમ્રુત સમાન કહી શકાઈ છે.

છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી. પેટને લગતા રોગો જેવા કે અપચો, કબજિયાત જેવી ગંભીર સમસ્યામાં છાશનું સેવન નિયમિત કરવાથી થોડાજ દિવસમાં તે સમસ્યા દૂર થાઈ છે. ઝડપી પાચનમાં પણ છાશ ઉપયોગી અને રાહતનાં ગુણધર્મવાળી આ છાશ મસાલાવાળા ખોરાક ખાધા પછી પેટમાં રાહત આપે છે. છાશમાં વિટામિન બી 12, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એક સર્વે અનુસાર છાશ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં બાયોએક્ટિવ પ્રોટિન રહેલું હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં આવે છે. જ્યારે છાશ એ હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.

છાશનું સેવન કોણે ના કરવું ?

ગ્રીષ્મ અને શરદ ઋતુમાં ખાટી છાશ કદાપી પીવી નહીં. આ સિવાયની ઋતુમાં વૈદકિય સલાહ મુજબ છાશનું સેવન કરવામાં આવે તો પરમ ઉપકારક ઔષધિ રૂપ છે. વિધિવત સેવન કરાયેલી છાશ બળ, વર્ણ, ઉત્સાહ અને ઓજને વધારીને રોગોને દૂર કરીને સ્વાસ્થ્ય તથા સૌંદર્યને સાચવનાર પૃથ્વીલોકમાં અમૃત સમાન ઉપકારક પીણું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube