વાહ રે કિસ્મત ! રાતો રાત આ યુવાનને લાગી ગઈ કરોડોની લોટરી થઈ ગઈ બધી જ મુશ્કેલીઓ દૂર

વાહ રે કિસ્મત ! રાતો રાત આ યુવાનને લાગી ગઈ કરોડોની લોટરી થઈ ગઈ બધી જ મુશ્કેલીઓ દૂર

માણસ પોતાના ભવિષ્યને લઈને ઘણા બધા સ્વપ્ન જોતો હોય છે. તેને પુરા કરવા માટે મહેનત પણ ખૂબ કરતો હોય છે. પણ સપના પૈસા માગે છે, જો તે તમારી પાસે ન હોય તો તે તમારા સ્વનને મારી નાખે છે. જો કે કિસ્મત એક એવી બાબત છે જે અશક્યને શક્ય બનાવી દે છે. તેનું તાજું જ ઉદાહરણ કેરલના કોચ્ચિમાં રહેનારા 24 વર્ષિય યુવાન છે, જેણે માત્ર 300 રૂપિયામાં લોટરી ખરીદી હતી અને 12 કરોડની બંપર પ્રાઇઝ તેણે જીતી લીધી.

12 કરોડમાંથી મળશે માત્ર 7.5 કરોડ જ

અહેવાલ પ્રમાણે આ યુવક કેરલના કોચ્ચિના એક મંદીરમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. તેમણે ઓણમ બંપર લોટરીની 300 રૂપિયા વાળી એક ટિકિટ ખરીદી હતી, જેનાથી તેને 12 કરોડની લોટરી લાગી. હવે જીએસટી કાપ્યા બાદ તેના હાથમાં આવશે 7.5 કરોડ રૂપિયા. તેનો ટિકિટ નબંર હતો TB173964.

કોરનાના કારણે તેમના ઘરની આર્થિક સ્થિતિ મંદ હતી. યુવાનના પિતા એક પેન્ટરનું કામ કરે છે, જ્યારે તેની બહેન એક પેઢીમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે. પણ લોકડાઉનના કારણે તેમની નોકરી જતી રહી હતી.

જ્યારે કેરલ સરકારે ઓણમ બંપર લોટરી 2020ના પરિણામોની જાહેરાત કરી ત્યારે આ યુવાન અને તેના પરિવારજનોને તો તેના પર વિશ્વાસ જ નહોતો થતો. જો કે હવે પૈસાનો યોગ્ય રીતે ખર્ચ કરવો, તેનું રોકાણ કરવું તેનું જ તે આયોજન કરી રહ્યો છે. યુવાનના પિતા જણાવે છે કે હવે તેઓ એવી જગ્યાએ ઘર ખરીદશે જ્યાં પાણીની સમસ્યા ન હોય. કારણ કે લોકડાઉન દરમિયાન પાણી માટે તેમણે ખૂબ ખર્ચો કરવો પડ્યો છે. સાથે સાથે તે પોતાના બાળકોને આગળ ભણાવવા પણ માગે છે.

વિદેશોમાં ખાસ કરીને યુ.એસ.એ અને યુ.કેમાં લોટરીનું ચલણ ખૂબ વધારે છે. લોકો અવારનવાર લોટરી ખરીદતા હોય છે અને જીતતા પણ હોય છે કેટલાક લોકોને સેંકડો કરોડની લોટરી વિદેશમાં લાગતી હોય છે. બીજી બાજુ ભારમતાં લોટરીનું કોઈ ખાસ ચલણ નથી જોવા મળ્યું. કારણ કે ભારતના લોકો તેમાં વિશ્વાસ નથી કરતાં. એમ પણ આવકનો આ કોઈ એકધારો કે યોગ્ય સ્રોત તો ન જ કહી શકાય. જો તમે લોટરીમાંથી જીતેલા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરો તો તે પણ એક દિવસે તો પુરા જ થઈ જવાના.

આપણે બધા કોન બનેગા કરોડપતિના પહેલા કરોડપતિ સુશિલ કુમાર વિષે તો જાણીએ જ છીએ. જો કે તેને તો કરોડ પતિ બનવા માટે કેટલાક અઘરા પ્રશ્નોના જવાબ પણ આપવા પડ્યા હતા. પણ રૂપિયાના યોગ્ય મેનેજમેન્ટના અભાવે તેણે પણ છેવટે પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો હતો. આમ તમે ગમે તેટલા કરોડોની લોટરી કેમ ન જીતી લો પણ તમારે તમારી આવડત પર નિર્ભર હોય તેવો એક આવકનો સ્રોત તો હંમેશા ચાલુ જ રાખવો જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube