વડતાલના સ્વામીએ નેપાળ ટૂરના 17 લાખ ન આપતા યુવકનો આપઘાત, પપ્પાને લખેની સુસાઈટ નોટ વાંચી દિલ હચમચી જશે

નરોડામાં રહેતા સાબરકાંઠાના ટ્રાવેલ્સ એજન્ટે આપઘાત કર્યો હતો. સુસાઇટ નોટથી બહાર આવ્યું કે, વડતાલના સ્વામી અમૃતજીવનદાસ અને ફોઇના દિકરાએ નેપાળ ટૂર લઇ ગયા હતા. ટૂરના થતાં ૪૦ લાખમાંથી ૧૭ લાખ આપ્યા ન હતા. ૧૭ લાખ ન આપતા આર્થિક તંગીમાં આવી ટ્રાવેલ્સ એજન્ટે ગત જુલાઇ મહિનામાં આપઘાત કરી લીધો હતો. આ અંગે નરોડા પોલીસે ૨૮ સપ્ટેમ્બરે વડતાલના સ્વામી અને મરનારના ફોઇના દીકરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના મણીયોર ગામે પ્રવીણ પટેલ પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે. તેમનો મોટો દીકરો જૈમિન(ઉ.૨૭) ઘરેથી જ જબાન હોલિડે સોલ્યુશન નામે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો અને તેની પત્ની દીપિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી છેલ્લા છ મહિનાથી નરોડા સ્વામીનારાયણ પાર્કમાં રહેતા હતા. ગત ૧૪મી જુલાઇના રોજ જૈમિને પોતાના ઘરે ઘઉંમા નાખવાની સેલફોસ નામની પાંચ ટેલબેટ ખાઇ ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. ૧૫મી જુલાઇએ જૈમિનનુ મોત થયું અને અંતિમવિધી સાંબરકાંઠા કરી હતી.

બાદમાં તપાસ કરતા બે પાનાની હિંદીમાં લખેલી સુસાઇટ નોટ મળી અને એક મોબાઇલમાંથી બે વીડિયો મળ્યા હતા જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, સુસાઇટ નોટમાં બધી વિગતો લખી છે મને અને મારા પરિવારને ન્યાય મળે. હું મરવા જઇ રહ્યો છું તેના જવાબદાર અમૃતદાસજી સ્વામી અને પીનાકીન પટેલ છે. સુસાઇટ નોટ આધારે નરોડા પોલીસે બે શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૈમિને લખેલી સુસાઇટ નોટ  

જૈમિને સુસાઇટ નોટમાં લખ્યું હતુ કે,હું આપઘાત કેમ કરું છું તે પપ્પા તેમને જણાવવા માંગુ છું. મારી ફોઇના દીકરા પિનાકીન બાબુભાઇ પટેલે મારી મુલાકાત વડતાલના સ્વામી અમૃતજીવનદાસ સાથે થઇ હતી. તેમની ફ્લાઇટની ટિકિટના પૈસા હું લેતો ન હતો.

આ દરમિયાન તેમણે હરી ભક્તોને નેપાલ જવાની વાત કરી તેનુ પેકેજ ૪૦.૫૨ લાખ થતું હતુ પરંતુ તેમણે ૨૨.૮૪ લાખ ચુકવ્યું અને ૧૭.૬૮ લાખ આપ્યા નહી જેથી મેં પેમેન્ટ નહી આપો તો ટૂર નહી થાય તેમ કહેતા પીનાકીને મને સમજાવ્યો અને આખરે ટૂર નિકળી ગઇ હતી. ત્યારે ત્યાના લોકોએ જૈમિને બેસાડી દીધો હતો તેણે તેના મિત્રો પાસેથી પૈસા લઇ ટૂરના બાકી નાણાં ચૂકવ્યા હતા.

પરત ફરી બાકીના નાણાં અમૃતજીવનદાસ પાસે માગ્યા તો તેમણે કહ્યું આટલામાં જ ટૂર થઇ જાય અને બાદમાં પીનાકીનને પૈસા આપી દીધા તેમ કહ્યું હતુ. પીનાકીનને પૈસા આપ્યા ન હતા તેથી આખરે નુકસાન જતાં ધંધો બંધ કરી નોકરી પર લાગી ગયો હતો. જે લોકો મારી પાસે પૈસા માંગતા હતા તેમને પિતાએ સોનું ગીરવે મૂકી આપી દીધા હતા.

આજે પણ સોનુ ગીરવે પડયું છે. તમામ દસ્તાવેજો એક ફાઇલમાં મુક્યા છે. મારા ફોઇની દીકરાએ આપઘાત કર્યો તેની પાસે મેં પૈસા લીધા ન હતા છતાં મારું નામ તેમા લખાવી દીધુ હતુ જેથી મારે ૨ લાખ ખર્ચો થયો હતો હજુ પણ કેસ ચાલી રહ્યો છે. સોનાનુ વ્યાજ ભરવાના પૈસા પણ નથી. મને જે નુકસાન થયું છે તે મારા માતા પિતાને મળી જાય તેથી તેઓ ગીરવે મૂકેલા દાગીના છોડાવી શકે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube