Tata Sky બ્રોડબેન્ડે 300Mbps ની સ્પીડવાળો નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દર મહીને 500GBની ડેટા લિમિટ મળશે. કંપની આ પહેલા મે મહિનામાં પણ 300Mbps સ્પીડવાળો પ્લાન લઈને આવી હતી. જેમાં અનલિમિટેડ ડેટાની સુવિધા પણ આપવામાં આવી હતી. તે અનલિમિટેડ ડેટાની સાથે લઈને આવી છે. જે અનલિમિટેડ પ્લાનની સરખામણીમાં થોટુ સસ્તુ પણ છે.
શું છે કંપનીનો નવો પ્લાન
Tata Sky Broadbandના નવા પ્લાનમાં યૂઝર્સને દર મહીને 500GB ડેટા 30Mbps ની સ્પીડની સાથે મળશે. જોકે, ડેટા લિમિટ પૂર્ણ થઈ ગયા બાદ સ્પીડ ઘટીને 3Mbps ની થઈ જશે. કંપનીએ જણાવ્યુ છે કે, આ પ્લાનનું મંથલી, ક્વોર્ટ્રલી, સેમી એનુઅલ અને વર્ષનું સબ્સક્રિપ્શન લઈ શકાય છે.
tata sky 300 mbps plan
ઉલ્લેખનીય છે કે, કંપની ફિક્સ઼્ GB પ્લાનની સાથે ડેટા રોલઓવર (બચેલ ડેટા આગલા મહીને જોડાશે) ઓપ્શન અને ફ્રી રાઉટરની સુવિધા પણ આપે છે. તે સિવાય ક્વોર્ટલી, સેમી એનુઅલ, ઈયરલી સબ્સક્રિપ્શન લેનાર યૂઝર્સને ફ્રી ઈંસ્ટોલેશનની સુવિધ પણ મળે છે. નવા પ્લાન હાલમાં બેંગલુરુ, ચેન્નઈ, ગ્રેટર નોયડા, ગુરુગ્રામ, મુંબઈ, નવી દિલ્હી, પિંપરી ચિંચવડ, પુણે અને થાના જેવા સર્કિલ્સમાં જ ઉપલબ્ધ છે.
શું છે કિંમત
કંપની 5 ફિક્સ્ડ GB પ્લાન ઓફર કરે છે. જેની કિંમત 790 રૂપિયાથી 1470 રૂપિયા સુધી છે. તે સિવાય કંપનીના અનલિમિટેડ પ્લાનમાં 4 પ્રકારની ઓફર છે. જેની કિંમત 950 રૂપિયાથી 1900 રૂપિયા સુધી છે. જણાવી દઈએ કે, અનલિમિટેડ 300Mbps પ્લાનમાં ગ્રાહકોને માત્ર 3300GB સુધી હાઈ સ્પીડ મળે છે. ત્યારબાદ સ્પીડ ઘટીને 3Mbps રહી જાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.