• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

UAEએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, આ 13 મુસ્લિમ દેશોના નાગરિકોને નહીં આપે વીઝા

in World
UAEએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, આ 13 મુસ્લિમ દેશોના નાગરિકોને નહીં આપે વીઝા

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં, યુએઈની સરકારે પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોના UAE પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈએ પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોને નવા વીઝા ઈશ્યૂ કરવા પર રોક લગાવી છે. સંયુક્ત આરબ અમીરાતની માલિકીના બિઝનેસ પાર્ક દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ, ઈરાન, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ બહુમતીવાળા દેશોના નાગરિકોને હાલ નવા વીઝા ઈશ્યૂ કરવા સામે મનાઈ ફરમાવી દેવાઈ છે.

આ મામલે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, અફઘાન, પાકિસ્તાન સહિત ઘણા અન્ય દેશોના નાગરિકો માટે અસ્થાયી રીતે વીઝા પર રોક લગાવાઈ છે. સૂત્રો મુજબ, સુરક્ષા ચિંતાઓને લઈને આ રોક લગાવાઈ છે. દસ્તાવેજમાં સુરક્ષા ચિંતાઓની વિગતો નથી અપાઈ. બિઝનેસ પાર્કમાં કામ કરતી કંપનીઓ માટે દસ્તાવેજ મોકલી દેવાયો છે. આ આદેશ 18 નવેમ્બરે લાગુ થયો છે.

દસ્તાવેજમાં કહેવાયું છે કે, નોકરી અને ફરવાના વીઝા માટે અરજી કરનારા નાગરિકોની અરજીને સસ્પેન્ડ કરી દેવાઈ છે. આ પ્રતિબંધ ઈરાન, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સોમાલિયા, લીબિયા, યમન, અલ્જેરિયા, કેન્યા, ઈરાક, લેબનાન, ટ્યૂનીશિયા અને તુર્કીના નાગરિકો પર લાગુ થાય છે.

જોકે, યુએઈની ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ તરફથી અહેવાલ લખાયો ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઈસ્લામિક સ્ટેટ દ્વારા સાઉદી અરેબિયામાં કરાયેલા બોમ્બ હુમલા બાદ યુએઈમાં રહેલા ફ્રાન્સના દૂતાવાસે પોતાના નાગરિકોની સુરક્ષા માટે અપીલ કરી હતી. જેના એક સપ્તાહ બાદ આ પત્ર બહાર પડાયો છે.

જેદ્દાના કબ્રસ્તાનમાં થયો હતો બોમ્બ વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયામાં જેદ્દા સ્થિત કબ્રસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં, ત્યાં સો વર્ષ પહેાલ પ્રથમ વિશ્વ યુદ્ધ પુરું થયું તેની વર્ષગાંઠ ઉજવવા માટે યુરોપીય ડિપ્લોમેટ ઉપસ્થિત હતા. આ આયોજન ફ્રાંસની એમ્બેસી તરફથી કરવામાં આવ્યું હતું.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો
World

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।
World

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
World

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
World

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: