સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં આજે સવારથી ફરી પાણીની આવકમાં મોટો વધારો થયો છે. મોડી સાંજે ઉકાઈ ડેમમાં 1.24 લાખ ક્યુસેક પાણીની આવકની સામે 1.24 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે ડેમમાંથી બે દિવસથી પાણીનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આવેલા રેઈન ગેઝ સ્ટેશને ભારે વરસાદ (Rain) ખાબક્યો છે. જેને પગલે હથનુર ડેમમાંથી (Hathnur Dam) 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં આજે 1.24 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ભારે વરસાદની આગાહી અને હાલની પરિસ્થિતિને જોતા ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ ચાલું રાખવામાં આવ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી આજે 332.36 ફુટ નોંધાઈ હતી. હથનુર ડેમમાંથી 94 હજાર ક્યુસેક પાણી છોડાતા ડેમની સપાટી 209.96 મીટરે પહોંચી હતી.

ઉપરવાસમાં ફરી ભારે વરસાદ, ઉકાઈમાંથી આટલું પાણી તાપીમાં છોડવાનું શરૂ કરાયું

તાપી નદીના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં ભારે વરસાદ

તાપી નદીના ઉપરવાસમાં અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વિતેલા ચોવીસ કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને પગલે ડેમમાં સવારે 1.39 લાખ ક્યુસેક પાણીની આવક હતી. ટેસ્કામાં અઢી ઇંચ, દેડતલાઈમાં અઢી ઇંચ, હથનુર, ભુસાવલ સહિતના વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

 • ઉપરવાસમાં ચોવીસ કલાકમાં પડેલો વરસાદ
 • સ્ટેશન વરસાદ(મીમી)
 • ટેસ્કા 59.00
 • લખપુરી 17.40
 • ચીખલધરા 47.40
 • ગોપાલખેડા 17.20
 • ડેડતલાઈ 62.00
 • બુરહાનપુર 20.80
 • યરલી 17.40
 • હથનુર 40.80
 • ભુસાવલ 49.80
 • દહીગાંવ 06.20
 • ધુલિયા 05.60
 • સાવખેડા 44.00
 • ગીધાડે 09.00
 • સારણખેડા 08.60
 • સાગબારા 35.00
 • ખેતીયા 09.00
 • નંદુરબાર 08.00
 • નિઝામપુર 02.40
ઉપરવાસમાં ફરી ભારે વરસાદ, ઉકાઈમાંથી આટલું પાણી તાપીમાં છોડવાનું શરૂ કરાયું

શહેરમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસા બરાબર જામતા સર્વત્ર હરિયાળી ખીલી ઉઠી છે. વિતેલા ચોવીસ કલાકમાં પણ વરસાદની અવિરત ધાર યથાવત રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત સમગ્ર જિલ્લામાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિતેલા ચોવીસ કલાકમાં શહેરમાં છુટોછવાયો એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય જિલ્લામાં સર્વત્ર વરસાદની હેલીને પગલે ઠંડક પ્રસરી છે. શહેરમાં સતત વરસાદને પગલે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે તો મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વચ્ચે માત્ર બે ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube