અનલૉક-5.0માં ગુજરાતમાં આ છૂટછાટ રહેશે

ગાંધીનગર (Gandhinagar):રાજ્યમાં દિનપ્રતિ દિન કોરોના કેસો (Corona Case)માં વધારો થઈ રહ્યો છે, કોરોના મહામારી (Corona Pandemic)ને રાજ્યમાં હજુયે બ્રેક લાગતી નથી. મહાપાલિકા (Corporation) અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ (Corona positive) હોય તેવા 1351 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન રાજ્યમાં વધુ 10 દર્દી (Corona Patients Death) મોતને ભેટ્યા છે. તથા ગત રોજ કુલ 1334 દર્દીઓ રિકવર (Patients recover) થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1 લાખ 38 હજાર 745 કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1 લાખ 18 હજાર 565 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જો કે અત્યાર સુધી રાજ્યમાં 3463 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે.

Unlock 5.0 guidelines: Delhi govt may order resumption of cinema halls, swimming pools in restricted manner - India News

30 સપ્ટેમ્બરે પૂરા થયેલા અનલૉક-4.0 પછી, 1 ઑક્ટોબરથી લાગુ થયેલા અનલૉક-5.0માં કેન્દ્ર સરકારે સ્વીમિંગ પૂલ (Swimming Pools), સિનેમા ઘરો (Cinema,Theaters) ખોલવા જેવી મોટી પરવાનગીઓ આપી છે. હાલમાં કન્ટેન્મેન્ટ ઝોન (Containment Zone) બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને નિર્ણય લેવાની છૂટ છે. આ નિર્ણય 15 ઑક્ટોબર સુધી યથાવત રહેશે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અનલૉકના આ પાંચમા તબક્કામાં નીચે મુજબ છૂટછાટ રહેશે. જણાવી દઇએ કે રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા અંગે હાલમાં કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ માહિતી મળી છે કે જો 15 ઑક્ટોબર પછી કોરોનાના કેસની સ્થિતિ હળવી હશે તો સરકાર શાળા-કોલેજો ખોલવા અંગે નિર્ણય લેશે.

Centre rolls out guidelines for Unlock 5.0 – The Shillong Times

 

 • સિનેમા,મલ્ટિપ્લેક્સ અને થિયેટર્સ 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
 • શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો મુજબ યથાવત રહેશે
 • ફક્ત રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે
 • બિઝનેસ એક્ઝિબિશનને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે
 • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે
 • લાઇબ્રેરી 60 ટકા કેપેસિટી સાથે ખોલી શકાશે
 • તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ જ રહેશે
 • હોટેલ્સ અને રેસ્ટોરન્ટસ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
 • રાજ્યમાં બસ સેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા બેઠકો પર લોકોને બેસાડી શકાશે
 • મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત રહેશે
 • રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને સાથે બેસાડી શકાશે (માસ્ક ફરજિયાત)
 • કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને બેસાડી શકાશે (માસ્ક ફરજિયાત)
 • પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને બેસાડી શકાશે (માસ્ક ફરજિયાત)
 • ટુ-વ્હીલર પર 2 જ લોકો સવારી કરી શકશે (માસ્ક ફરજિયાત)

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube