Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
India

Unlock 4: થીયેટર, શાળા? જાણો 1 સપ્ટેમ્બરથી શું ખુલી શકે છે

કોરોના વાયરસના રેકોર્ડ કેસો વચ્ચે ભારત અનલોક 4 તરફ આગળ વધી રહ્યું છે. અનલોકના ચોથા તબક્કાની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થશે. દેશમાં લગભગ 35 લાખ કોરોના કેસ થવા જઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ 62 હજારને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં, સાવધાની સાથે આગળ વધવું જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક -4 માટેની માર્ગદર્શિકા એક કે બે દિવસમાં જાહેર કરવામાં આવશે. મોટાભાગની પ્રવૃત્તિઓને અમુક વસ્તુઓ સિવાય મંજૂરી આપી શકાય છે.બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્યો કોરોના ચેપ અનુસાર માર્ગદર્શિકા બદલી શકશે.

1 સપ્ટેમ્બરથી મેટ્રો દોડી શકે છે

1-

કેન્દ્ર સરકાર મેટ્રો સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે. મેટ્રો સેવાઓ 22 માર્ચથી અટકેલી છે જ્યારે મેટ્રો 1 સપ્ટેમ્બરથી દિલ્હી-એનસીઆરમાં શરૂ થઈ શકે છે. મેટ્રો શરૂ થતાં, સંપર્ક વિનાની ટિકિટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને ટોકન જારી કરવામાં આવશે નહીં. ટ્રેનોમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિમયોનું પાલન કરવું પડશે.

બારને મળી શકે છે છૂટ

બારમાં ટેક વે દ્વારા વેચાણ કરવા માટે છૂટ મળી શકે છે. કર્ણાટક સરકારે પણ રેસ્ટોરાંમાં દારૂ વેચવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. પબ્સ અને ક્લબ્સ પણ આવતા મહિને ખુલી શકે છે. લોકડાઉન જાહેર કર્યું ત્યારથી દેશભરના બાર અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે અનલોક 1 વખતે રેસન્ટોરન્ટને ટેક વે સર્વિસ શરૂ કરવાની પરમીશન મળી હતી. પરંતુ બારને કોઈ છૂટછાટ આપવામાં આવી નહોતી.

લોકલ ફ્લાઇટ્સ કોલકાતાથી શરૂ થશે

કોલકાતામાં લોકલ ફ્લાઈટને ઉતારવાની છૂટ મળશે. CM મમતા બેનર્જીએ કહ્યું છે કે દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઇટ 1 સપ્ટેમ્બરથી કોલકાતા એરપોર્ટ પર ઉતરી શકશે. રાજ્યમાં લોકડાઉન વીકેન્ડસ પણ યથાવત રહેશે. એટલે કે અનલોક 4ની ગાઈડલાઈન જાહેર થયા બાદ વિમાનયાત્રા કરતા મુસાફરોને રાહત રહેશે. પરંતુ તેમણે પણ સરકારના નક્કી કરેલા માપદંડોનું પાલન કરવું પડશે.

હાલ શાળાઓ અને કોલેજો બંધ રહેશે

શાળાઓ અને કોલેજો બંધ રહેશે. જોકે, કર્ણાટકમાં 1 સપ્ટેમ્બરથી ડિગ્રી કોલેજોના ઓનલાઇન ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે. 1 ઓક્ટોબરથી ઓફલાઇન વર્ગો શરૂ કરવાની પણ યોજના છે. જોકે બીજી તરફ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પ્રમોશન આપી શકાશે નહીં એટલે કે તેમની ફરજિયાત પરીક્ષા લેવી પડશે. પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે.

મલ્ટીપ્લેક્ષ, થીયેટર રહેશે બંધ

સિનેમા હોલ પણ બંધ રહેવાની સંભાવના છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને કારણે, ફક્ત 25-30% બેઠકો જ બુક કરી કરાશે, જેનાથી નુકસાન થશે. જો કે, કર્ણાટકમાં સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે હાલ કોરોનાની મહામારીમાં કેટલા દર્શકો ફિલ્મો જોવા જશે તે પણ એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ કોરોનાને કારણે મોટાભાગની ફિલ્મો હવે ઓનલાઈન રિલીઝ કરવામાં આવી રહી છે.

નિયમ ભંગ કરનારાઓને ભરવો પડશે ભારે દંડ

માસ્ક પહેરવાનું ફરજિયાત છે. આ ઉપરાંત ખુલ્લામાં થૂંકવા પર પ્રતિબંધ છે. સામાજિક અંતરનું પાલન પણ જરૂરી છે. જો માર્ગદર્શિકાનું પાલન ન કરવામાં આવે તો ભારે દંડ વસૂલ કરી શકાય છે. એટલા માટે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક લેવાનું ભૂલશો નહીં. ઘણા રાજ્યમાં આ દંડની રકમ ખૂબ જ વધારે છે. જેમ કે ગુજરાતમાં હાલ માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર નીકળે તો તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Pakistan: Pok માંથી પાકિસ્તાનના રાષ્ટ્રીય ચિહ્નો દૂર કરવાની વધતી માંગ, સામાજિક કાર્યકરે ભરબજારે ઉતાર્યો પાકિસ્તાનનો ઝંડો

Nikitmaniya

શું મોદીની ‘કૂટ’નીતિ જ પાકિસ્તાનની દવા? શું દાઉદને બચાવી શકશે પાકિસ્તાન

Nikitmaniya

26 સપ્ટેમ્બર જન્મદિવસ રાશિફળ: આગામી વર્ષ ઉત્તમ ફળ આપનારું હશે

Nikitmaniya