ફરવાના શોખીનો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવી સ્થિતિ
ઈન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઓછી છે અને પ્રવાસીઓ પણ ઓછા છે

દિવાળી વેકેશન મોંઘું પડશે:ટૂર પેકેજ કરતાં તો હવાઇ સફર મોંઘી, 20થી 25 હજારના ટૂર પેકેજ સામે ફ્લાઇટની ટિકિટ રૂ.30થી 40 હજાર
અમદાવાદ3 કલાક પહેલાલેખક: અર્પિત દરજી

ફરવાના શોખીનો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવી સ્થિતિ
ઈન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઓછી છે અને પ્રવાસીઓ પણ ઓછા છે

દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર પેકેજની કિંમત પણ વધારે થઈ ગઈ છે, જેને કારણે ટૂર ઓપરેટર પણ મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ટ્રેન ટિકિટમાં વેઇટિંગ છે, તો બીજી તરફ ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીરથી લઈ અંદામાન- નિકોબાર સહિતનાં સ્થળોનું પ્રતિ વ્યક્તિદીઠ 5થી 7 દિવસનું ટૂર પેકેજનો ચાર્જ 20થી 25 હજાર છે. તો એની સામે એક વ્યક્તિની રિટર્ન હવાઈ સફર માટેની ટિકિટનો ભાવ 30થી 40 હજાર રૂપિયા છે.

કમરતોડ મોંઘવારીમાં આ પ્રવાસ કેવી રીતે પોસાય!
નવભારત હોલિડેના સંચાલક રોહિત ઠક્કરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કોવિડના કિસ્સા ઓછા થયા બાદ પ્રવાસન ક્ષેત્રે સકારાત્મક વાતાવરણ જોવા મળશે તેવી આશા હતી. પરંતુ પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે, કારણ કે જે ટૂર પેકેજનું સાત દિવસનું ભાડું હોય છે, તેના કરતાં એર ટિકિટનો ભાવ ડબલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે મોંઘવારીના સમયમાં આ પ્રવાસ કેવી રીતે પોસાય!

ફ્લાઈટની ટિકિટના ભાડા સાંભળીને જ ફરવા જવાનું પડતું મૂકે છે
દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જોકે હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર તથા સાઉથના રાજ્યોમાં લોકો વેકેશન પર જવાનું ટાળી રહ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે એક તરફ જ્યાં ટ્રેનોનું બુકિંગ ફૂલ છે અને ફ્લાઇટની ટિકિટના ભાડા ડબલ છે. જેના કારણે પૂછપરછ માટે આવતા લોકો ફ્લાઇટ ટિકિટના ભાડા સાંભળીને અન્ય રાજ્યમાં પ્રવાસનો વિચાર પડતો મૂકી રહ્યા છે અને ગુજરાતમાં જ કોઈ સારા સ્થળે એક કે બે દિવસના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે
શ્રીલંકા, દુબઈ અને માલદિવ્સ જ ખૂલ્યું છે
તો બીજી તરફ ઇન્ટરનેશનલ ટૂરની વાત કરવામાં આવે તો પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ જણાવ્યું કે વિદેશ પ્રવાસ માટે માત્ર શ્રીલંકા, દુબઈ અને માલદિવ્સ જ ખૂલ્યું છે. જોકે ઇન્ટરનેશનલ ટૂરમાં મહત્વની વાત એ છે કે ફ્લાઈટ પણ ઓછી છે અને પ્રવાસીઓ પણ ઓછા છે. જેથી ભાવ સ્ટેબલ જણાઈ રહ્યા છે.
મોંઘવારીને કારણે બજેટ ખોરવાયું
અમદાવાદના પ્રોફેસર પંકજ શ્રીમાળી દર વર્ષે દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે વેકેશન માણવા જાય છે. પરંતુ આ વખતે કોરોનાની સાથે સાથે મોંઘવારીને કારણે બજેટ ખોરવાયું હોવાથી પ્રવાસનું અયોજન ટાળ્યું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube