26 સપ્ટેમ્બર જન્મદિવસ રાશિફળ: આગામી વર્ષ ઉત્તમ ફળ આપનારું હશે

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસની શુભકામના.

મકર રાશિના ગુરુ અને મકર રાશિના શનિ તમારા મૂળ અંકના સ્વામી બની રહ્યા છે. આ વર્ષે શક્તિશાળી જીવસાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથા તમારા વર્ષના ગ્રહ સંચાલક છે. આ ગ્રહ યોગને પરિણામે આગામી વર્ષ ઉત્તમ ફળ આપનારું બની રહેશે. સપ્ટેમ્બરના અંતથી કામકાજમાં સારા સુધારા જોવા મળશે.

ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. ડિસેમ્બરના અંતે આ સમય પૂરો થશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં ઉત્તમ લાભ થશે. વાહન-મકાનના સુખમાં વૃદ્ધિ થશે. માર્ચથી એપ્રિલ લુધી આજીવિકાના ક્ષેત્રે પદોન્નતિકારક ગ્રહ છે.

મે અને જૂનનો સમય અનુકૂળ રહેશે અને જોખમ ઉઠાવવાથી લાભ થશે. જુલાઈથી ઓગસ્ટ સુધીમાં મહિલાઓનું દાંપત્ય જીવન સુખકારક રહેશે. સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ મનોવાંચ્છિત ફળ મળી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube