આજે રાતે 9 વાગ્યા પછી દેશના આ 10 જિલ્લાઓમાં લોકડાઉન લાગુ થશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 60 દિવસ કરતા વધુ સમય લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ હવે અનલોકમાં દેશના લોકોને ધંધા-ઉદ્યોગ ખોલવા માટે અને ફરવા લાયક સ્થળો અને મંદિરો ખોલવા માટેની છૂટછાટ આપવામાં આવે છે. ત્યારે અનલોક બાદ કોરોનાનું સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે. ત્યારે છત્તીસગઢમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને છત્તીસગઢ સરકાર દ્વારા રાજધાની રાયપુર સહિતના 10 જિલ્લામાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છત્તીસગઢમાં પ્રતિદિન 1000 કરતા વધારે કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જેના કારણે જ આજે રાત્રે 9 વાગ્યાથી 28 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢના 10 જિલ્લામાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર છત્તીસગઢની રાજધાની રાયપુરના કલેકટર એસ ભારથી દાસ દ્વારા ઓર્ડર જારી કરવામાં આવ્યો છે કે, કોરોનાની ચેઇનને તોડવા માટે સમગ્ર રાયપુર જિલ્લાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવો ખૂબ જ જરૂરી છે. જેના કારણે રાયપુરને સાંકળતી જિલ્લાની તમામ બોર્ડરને પણ લોકડાઉનમાં સીલ કરવામાં આવશે. છત્તીસગઢમાં રાયપુર સહિત જશપુર, બાલોડા બઝાર, જંજગીર-ચંપા, દુર્ગ, ભિલાઈ, ધામત્રી, બિલાસપુર સહિતના જિલ્લામાં પણ 28 સપ્ટેમ્બર સુધી સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવશે.

લોકડાઉન દરમિયાન તમામ જિલ્લાઓમાં ખાનગી ઓફિસ તેમજ સરકારી કચેરીઓ આ ઉપરાંત જીવન જરૂરિયાત સિવાયની અન્ય દુકાનો પણ બંધ રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે લોકડાઉનનો અમલ કરવામાં આવ્યુ હતું. તે જ રીતે આ 10 જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ થશે. લોકડાઉન દરમિયાન તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નિકળવા પર રોક લગાવવામાં આવી છે. જે લોકોને ઇમરજન્સીની સ્થિતિમાં એટલે કે, હોસ્પિટલની કામથી બહાર જવાનું થાય તો ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન સાથે લઈને બહાર જવાની પણ સુચના આપવામાં આવી છે. જે લોકો કામ વગર ઘરની બહાર નીકળશે તેમની સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાયપુર સહિત 10 જિલ્લાઓમાં લોકડાઉન દરમિયાન દૂધની ડેરીઓ સવારે 6થી 8 અને સાંજે 5થી 6:30 કલાક એમ બે અલગ-અલગ સમયે ખોલી શકાશે. તો કરિયાણાની અને અન્ય દુકાનો બંધ રહેશે. માત્ર દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. પેટ્રોલ પંપ પર પણ સરકારી વાહનો અને જરૂરી સેવા સાથે સંકડાયેલા વાહનોને જ પેટ્રોલ આપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે રાયપુરના DSP ટ્રાફિકે જણાવ્યું હતું કે, રાજધાનીના ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ 21 સપ્ટેમ્બરથી બંધ કરી દેવામાં આવશે. રાત દિવસ સુધી શહેરમાં ઝીક જેકર અને સ્ટોપર લાગેલા રહેશે. લોકડાઉનમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ પણ કરવામાં આવશે અને લોકો કામ વગર ઘરની બહાર નથી નીકળતા અને એકઠા નથી થતાં તે માટે ડ્રોન કેમેરાની મદદથી લોકો પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરની અંદર આવેલા આઠ એન્ટ્રી પોઇન્ટ પર પણ આવતા જતા તમામ લોકો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube