તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શો લગભગ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આ એક એવો કોમેડી શો છે જેની પર અનેક દર્શકો ફિદા છે. અત્યારસુધીમાં શોમાં અનેક પાત્રોને રિપ્લેસ કરાયા છે. અને સાથે એક પછી એક તેઓ શોમાં સેટ પણ થઈ રહ્યા છે.

પરંતુ એક કિરદાર એવો છે જેને માટેનું કોઈ રિપ્લેસમેન્ટ મળી રહયું નથી. આ પાત્ર છે દયાબેન એટલે કે દિશા વાકાણીનું. તેઓ છેલ્લા 3 વર્ષથી શોમાંથી બહાર છે. ઉલ્લેખનીય છે કે તેઓ તેમની પ્રેગનન્સીને લઈને રજા પર ઉતર્યા હતા અને હવે હજુ સુધી શોમાં પરત આવ્યા નથી.

અનેક વર્ષોથી દર્શકોને એન્ટરટેન કરી રહેલો આ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સતત નામ કમાઈ રહ્યો છે. શોમાં શરૂઆતથી જ અનેક વ્યક્તિઓને રિપ્લેસ કરાઈ રહ્યા છે. કેટલાક એક્ટર્સ એવા પણ છે જે શો છોડીને જતા રહ્યા હતા. શોમાં અનેક કેરેક્ટર્સ સોઝી, ભીડે, હાથીભાઈ, તારક મહેતા, ઐય્યર, ગઢા એટલે કે જેઠાલાલ શરૂઆતથી જ  કળાયેલા છે. શોમાં આ કલાકારો પરમેનન્ટ હોવાના કારણે તેમની આસપાસ જ વાર્તાને ફેરવવામાં આવે છે.

સૌનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને જાણે કો સૌની નજર લાગી છે. એક પછી એક સ્ટાર્સ શો છોડી રહ્યા છે. હાલમાં જ અંજલિ એટલે કે નેહા મહેતાએ શો છોડ્યો છે. 12 વર્ષ સુધી સતત શોમાં કામ કર્યા બાદ તેના અચાનક જતા રહેવાના કારણે દર્શકો નારાજ છે. પ્રોડક્શન અને નેહાની વચ્ચે થોડી અનબન થતી હોવાના કારણે નેહાએ શો છોડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર નેહાને પ્રોડક્શનથી સમસ્યા હતી અને સાથે ફેબ્રુઆરીથી તેણે કમ્પલેન પણ કરી હતી. પરંતુ વાત બની નહી અને વધારે બગડી. આ કારણે શોમાં નેહાના સ્થાને સુનૈના ફોજદારને સામેલ કરવામાં આવી છે.

શોમાં એક રોલ એવો છે જેનું રિપ્લેસમેન્ટ મેકર્સને હજુ સુધી મળ્યું નથી. આ કિરદાર દયાબેનનો એટલે કે દિશા વાકાણીનો છે. જે છેલ્લા 3 વર્ષથી શોમાં કામ કરી રહી નથી. 3 વર્ષમાં વચ્ચે થોડા સમય માટે તેઓ પરત આવ્યા હતા પરંતુ તેમની એન્ટ્રી માટે મોટો હાઈપ ક્રિએટ થયો હોવાથી તેણે હજુ સુધી શો છોડ્યો નથી. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017માં શોમાં જોવા મળી હતી. ત્યારથી અત્યાર સુધી તે શોથી બહાર જ છે. તે સમયે તે મેટરનીટી લીવ પર હતી. ત્યારબાદ શોમાં આવી જ નથી. એટલું જ નહીં, તેમના સ્થાને પણ અન્ય કોઈ વ્યક્તિને લેવામાં આવી નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube