ભારત બાદ હાલમાં અમેરિકામાં ટિકટોકનો વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકના અમેરિકી કારોબારને અમેરિકાની કંપનીને વેચી દેવા માટે સૂચન કર્યું હતું. પણ આજે મળતી માહિતી પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક સામે મોટું પગલું ભર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 45 દિવસમાં ટિકટોક અને વી ચેટને બેન કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઈન કરી દીધા છે. એટલે કે હવે જો આ ચીની કંપનીઓનાં માલિક અમેરિકન કંપનીઓને વેચી મારવામાં નહીં આવે તો તેના પર પ્રતિબંધ લાગી જશે.

અમરેકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારની સાંજે ચીની એપ ટિકટોક અને વી ચેટને 45 દિવસની અંદર બેન કરી દેવા માટેના આદેશ પર સહી કરી દીધી છે. એટલે કે હવે અને ચીની કંપનીઓને અમેરિકાનો કારોબાર વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, અગાઉ અમેરિકાના સરકારી કર્મચારીઓને ટિકટોકનો ઉપયોગ ન કરવા માટે પણ આદેશ સીનેટ દ્વારા કરી દેવામાં આવ્યો છે. બેન પરના આદેશ પર સહી કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે. આ પ્રતિબંધ જરૂરી છે, કેમ કે અવિશ્વસનીય એપ જેવી ટિકટોકથી ડેટા એકત્ર કરવો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ આદેશ બાદ 15 સપ્ટેમ્બર પછી ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ અમેરિકામાં કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. ટ્રમ્પે સહી કરેલાં એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં જણાવાયું છે કે, ટિકટોક યુઝર્સની મોટાભાગની માહિતી ભેગી કરી છે, જેમાં ઈન્ટરનેટ, અન્ય નેટવર્ક એક્ટિવિટી જેવી કે લોકેશન ડેટા અને બ્રાઉઝિંગ તેમજ સર્ચ હિસ્ટ્રીનો ડેટા પણ એકત્ર કરી રહી છે. અને આ ડેટા ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની પર્સનલ અને માલિકીની માહિતી આપી દે છે. તેમજ ચીનને સરકારી કર્મચારીઓ-કોન્ટ્રાક્ટર્સની લોકેશનને ટ્રેક કરવા માટેની પણ મંજૂરી મળી જાય છે. તે વ્યક્તિ માહિતી મેળવી ડોઝિયર બનાવી બ્લેકમેઈલ કરે છે, અને કોર્પોરેટ કંપનીઓની જાસૂસી પણ કરે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube