નવી દિલ્હી : ઇંગ્લેન્ડનાં ઝડપી બોલર જેમ્સ એન્ડરસ (James Anders)ને મંગળવારે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 600 વિકેટ ઝડપનારા પ્રથમ બોલર બની ગયા છે. આ સિદ્ધી પ્રાપ્ત કરીને તેમણે ઈતિહાસ રચ્યો છે. આ પહેલા સૌથી વધુ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાનાં બોલર ગ્લેન મેકગ્રા (Glenn McGrath) હતા જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 563 વિકેટ પ્રાપ્ત કર્યા હતા. એમ તો તેમણે મેકગ્રાને પાછળ છોડ્યો, પરંતુ 600નો પહાડ જેવો આંકડો તેમણે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટનાં ત્રીજા દિવસે હાંસલ કર્યો હતો અને આવુ કરીને તેમણે ઈતિહાસનાં પાને એક મહાન બોલર (Great bowler) તરીકે પોતાનું નામ નોંધાવ્યુ છે.

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે બીજી ઇનિંગ્સમાં તેણે આબીદ અલી (42)ને આઉટ કરીને 599મી અને અઝહર અલી (31)ને આઉટ કરી પોતાની 600 વિકેટ પુરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટ (Test cricket)માં 600 વિકેટ ઝડપનાર એન્ડરસન હવે વિશ્વનો એકમાત્ર ઝડપી બોલર છે, જ્યારે એકંદરે વિશ્વનો ચોથો બોલર છે.

અગાઉ આ સિદ્ધી ત્રણ પ્લેયરોએ હાંસલ કરી હતી પણ તે સ્પીનર હતાં. તેનાથી આગળ જે ત્રણ સ્પીનર છે તેમાં શ્રી લંકાનાં મુરલીધરન, ઓસ્ટ્રેલિયાનાં શેન વોર્ન (Shane Warne) અને ભારતીય ક્રિકેટનાં પૂર્વ ખેલાડી અનિલ કુંબલે (Anil Kumble)નો સમાવેશ થાય છે.

જેમ્સ એન્ડરસન (James Anderson)ને વિશ્વનાં મહાન ખેલાડીઓ તેમના આ ઉપલબ્ધિ પર તેમની પ્રસંશા કરી રહ્યા છે તો બીજી તરફ તેને 600 વિકેટનાં ઉત્સાહમાં વિવાદોમાં (Controversy) ઘેરાઈ ગયા છે. જણાવી દઈએ કે જેમ્સ એન્ડરસને 600 વિકેટ બનાવી ઈતિહાસ રચ્યો પરંતુ ત્યાર બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board)એ એક ગ્રાફિક્સ બહાર પાડ્યુ હતુ જેનાં પર ઘણાં દેશોનાં ફ્લેગ શામેલ હતા અને તેનાં પર જેમ્સ એન્ડરસન ઉભા નજરે પડ્યા હતા અને આ ધ્વજમાં દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો પણ સામેલ હતો. એવામાં 600 વિકેટનાં ઇતિહાસનો ઉત્સાહ થોડીક વારમાં સોશિયલ મીડિયા (Social media) પર જેમ્સ અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની જે રીતે કિરકીરી થઈ તેને જોતા તમામ ઉત્સાહ ઠંડો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ભારતીય યુઝરો (Indian users) એ પણ જેમ્સ એન્ડરસનને તિરંગાને અપમાનિત (Insulting the tricolor) કરવા બદલ કટાક્ષ કર્યો અને તેમણે તે બદલ માફી માંગવા માટે જણાવ્યુ હતુ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.