મધ્યપ્રદેશના તિશય ક્ષેત્ર બરાસોમાં એક મંદિરનો એક રૂમ લગભગ 800 વર્ષોથી બંદ પડ્યો હતો અને જયારે આ મંદિરનો આ રૂમ ખોલવામાં આવ્યો તો બધાના હોશ ઉડી ગયા. એમાં એવું છે કે દિગંબર જૈન મંદિરનો આ એક રૂમ ઘણા વર્ષોથી બંદ હતો. એ પછી પુરાતત્વ વિભાગના લોકોએ આ મંદિરના રૂમને ખોલવાનો નિર્ણય કર્યો. પુરાતત્વ વિભાગના લોકોને આશા હતી કે આ રૂમમાંથી એમને ઘણી મૂર્તિઓ મળી શકે છે, પણ જયારે આ રૂમ ખોલવામાં આવ્યો તો દરેક હેરાન થઇ ગયા, રૂમનો દરવાજો ખોલતા જ એમાંથી ઘણા બધા ચામાચીડિયા નીકળ્યા.
ચામાચીડિયા નીકળ્યા પછી રૂમની સફાઈ કરવાનું શરુ કરવામાં આવ્યું. રૂમની સફાઈ કરવામાં ઘણો સમય લાગ્યો અને લગભગ 3-4 ટ્રોલી ભરીને કચરો રૂમમાંથી નીકાળવામાં આવ્યો.
રૂમની અંદરથી નીકળી ગુફા
રૂમની સફાઈ કર્યા પછી રૂમને બરાબર રીતે દેખવામાં આવ્યો અને રૂમમાં એક નાનકડી ગુફા મળી. આ ગુફા માટે સીડી બનેલી હતી. આ ગુફાને જોઈને લાગ્યું કે કદાચ એની અંદરથી મૂર્તિઓ નીકળી શકે છે. જોકે આ મંદિરમાં આની પહેલા પણ એવી ગુફાઓ મળી હતી અને જયારે એ ગુફાઓ ખોલવામાં આવી હતી તો એની અંદરથી મૂર્તિઓ મળી હતી. એટલે એવી આશા કરવામાં આવી રહી હતી કે આ ગુફામાંથી પણ મૂર્તિ મળી શકે છે.
જિલ્લા પુરાતત્ત્વ અધિકારી વીરેન્દ્ર કુમાર પાંડે મુજબ બરાસોના જૈન મંદિરમાં 90 ના દશકમાં જૈન સમિતિઓએ કાર્ય કરાવ્યું હતું અને અહીંયા એક રૂમને 800 વર્ષો પછી ખોલવામાં આવ્યો છે, આ રૂમમાંથી પ્રાચીન સમયની કેટલીક વસ્તુઓ મળી છે કે જે એકદમ ચોખ્ખી છે. આ વસ્તુઓને જોઈને લાગતું નથી કે આ આટલા વર્ષો જૂની હશે.
ખુબ જ પ્રસિદ્ધ છે આ મંદિર
આ દિગંબર જૈન મંદિર ઘણું જૂનું મંદિર છે અને આ મંદિરને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. આ મંદિરમાં સમયે સમયે મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. આ મંદિરમાં હાજર આ રૂમ ઘણા વર્ષોથી બંદ હતો. એ પછી આ રૂમ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જયારે વર્ષોથી બંદ આ રૂમને ખોલવામાં આવ્યો તો રૂમમાંથી ઘણી વસ્તુઓ મળી અને સાથે જ એમાંથી એક ગુફા પણ મળી. હવે આ ગુફાને પણ ખોલવામાં આવશે અને એવી આશા છે કે આ ગુફામાંથી મૂર્તિઓ મળી શકે છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ