ટીમ ઇન્ડિયા (team India) ના સ્ટાર ઓલરાઉન્ડર (all rounder) હાર્દિક પંડ્યા (Hardik Pandya) પિતા બન્યો છે, હાર્દિક અને તેની પત્ની નતાશા (Natasa Stankovic) ને ત્યાં પુત્ર (baby boy) નો જન્મ થયો છે. હાર્દિક પંડ્યાએ ટિ્વટર (twitter) અને ઇન્સ્ટાગ્રામ (instagram) એકાઉન્ટ પર ફોટો શેર કરીને પોતાના ચાહકોનો આ ખુશખબર આપી હતી. જો કે હાર્દિકે જે ફોટો શેર કર્યો છે તેમાં તેના પુત્રનો ચહેરો દેખાતો નથી, પણ તેણે પોતાના પુત્રનો પોતાના હાથમાં લીધો હોય તેવો ફોટો તેણે શેર કર્યો છે.

હાર્દિક પંડ્યા દ્વારા એ જાણ કરવામાં નથી આવી કે તેની પત્નીએ કઇ હોસ્પિટલમાં અને ક્યારે પુત્રને જન્મ આપ્યો છે, પણ જે રીતે ફોટો શેર કરવામાં આવ્યો છે તેને જોતા એ ફોટો આજનો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ ફોટો શેર કર્યા પછી તેના પર તેના ટીમ ઇન્ડિયાના સાથીદારો કેએલ રાહુલ (K L Rahul) , યજુવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આઇપીએલ (IPL) ની તેની ફ્રેન્ચાઇજી મુંબઇ ઇન્ડિયયન્સ (Mumbai Indians) અને તેના ખેલાડી ક્રિસ લીન (Chris Lynn) વગેરે દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ વર્ષે જ નતાશા સાથે હાર્દિકે સગાઇ કર્યા પછી 31મી મેના રોજ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર પોતે માતા-પિતા બનવા જઇ રહ્યાની જાહેરાત કરી હતી. હાર્દિક અને નતાશાએ આ વર્ષની શરૂઆતમાં સગાઇની જાહેરાત કરી હતી. કોવિડ-19 રોગચાળાના કારણે જારી લોકડાઉન દરમિયાન જ બંનેએ લગ્ન કર્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.