છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરનારી સીરિયલ તારક મહેતા હજી પણ ઘરે ઘરે ફેમસ છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે આ શો અંદર હવે બધું બરાબર નથી ચાલી રહ્યું અને બબાલ વધી ગઈ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે પાત્રો પણ બદલવામાં આવ્યા છે અને દયા ભાભી પણ હજુ પરત ફર્યા નથી.

ત્યારે હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતા વિશે એક મોટો ખુલાસો થયો છે. હવે નેહા આ શોમાં પાછી ફરવા માંગે છે, પરંતુ હવે શોના નિર્માતાઓએ તેને શોમાં પાછા લેવાની ના પાડી દીધી છે.

થોડું મોડું થઈ ગયું

જાણવા મળી રહ્યું છે કે, નિર્માતા અસિતકુમાર મોદીએ આ વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે, નેહા શોમાં પાછા ફરવા માંગતી હતી, પરંતુ તેણે કહ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. અમે આ શોમાં જે નવા કલાકારને લીધાં છે તે સરસ કામ કરી રહ્યાં છે.

અને શોમાંથી કોઈને એકવાર કાસ્ટ કરી લીઘા પછી કાઢી નાખવા એ સંભવ નથી. ઉલ્લેખનીય છે કે, નેહા મહેતા શરૂઆતથી તારક મહેતા સિરિયલ સાથે સંકળાયેલી હતી. 12 વર્ષની આ યાત્રા એક વિવાદ સાથે સમાપ્ત થઈ.

મારું કોઈએ સાંભળ્યું નહીં

જ્યારે નેહાએ આ શો છોડી દીધો ત્યારે તેની પાછળનું કારણ આપ્યું કે આ શો અંગે તેમની પાસે કેટલાક મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો જોઇએ પરંતુ ન તો તેણે મારું સાંભળ્યું કે ન તો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું. જો કે, બાદમાં નેહા મહેતાએ પણ આ શોમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો. એક વાતચીતમાં નેહાએ કહ્યું હતું કે, હા મેં મારી રીતે પાછા ફરવાનો વિચાર કર્યો. પરંતુ તે પહેલાં હું સેટ પરના નિયમો અને કાયદાને બદલવા માંગતી હતી. નેહાએ કહ્યું કે, તેના પિતાના કહેવા પર તેણે અસિત મોદી સાથે પાછા ફરવાની વાત કરી હતી.

મારા પિતાના કહેવા પર આવું કર્યું

નેહાએ વિસ્તારથી વાત કરી કે, ‘હું અસિત મોદીનો ખૂબ જ આદર કરું છું. મેં તેમને કહ્યું કે આ સર આપણે આટલી વસ્તુઓ પર વિચાર કરવો જોઈએ. આપણે તેમને ધ્યાનમાં લેવી જોઈએ, અને એ સાચું પણ છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે અમારી સાથે કામ કરવા માંગતા હો, તો તમારે તમારા કેટલાક અહમ મુદ્દાઓને સુધારવાની જરૂર છે. જો તમારે હજી પણ વિદાય લેવી હોય તો તમે હજી પણ જઇ શકો છો કારણ કે અમારી પાસે બીજું કોઈ છે જે ઓછા પૈસામાં પણ કામ કરી શકે છે.

ઘણા કેસમાં ચૂપ રહેવું એ જ ઉત્તમ જવાબ

નેહાએ વાત કરી કે, આવું કોઈની પણ સાથે થઈ શકે છે, તેથી હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. નેહાએ શો છોડવા વિશે આખી વાત જણાવી નહીં પણ એટલું કહ્યું કે ઘણા કેસમાં ચૂપ રહેવું એ જ ઉત્તમ જવાબ છે. તેમણે કહ્યું, ‘કેટલીક વાર ઉત્તમ જવાબ એ હોય છે કે કોઈ વિષય પર મૌન રાખવું. પરંતુ એક તરફ સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે, નેહા છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. આથી જ સેટ પરના લોકો તેને સન્માન આપે તેવી તેની અપેક્ષા હોય તે સમજી શકાય તેવી વાત છે. જોકે, આવું થતું નહોતું.

નેહા સાચી હોય છતાંય તે ચૂપ રહેતી હતી

સુત્રોએ આગળ વાત કરી હતી કે, નેહાને નાની-નાની વાતોમાં હેરાન કરવામાં આવતી હતી. અનેકવાર સેટ પર રડી પણ પડતી હતી. અનેકવાર સેટ પર એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવતી કે નેહા સાચી હોય છતાંય તે ચૂપ રહેતી હતી. નેહા સેટ પર પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માગતી હતી. જોકે, ક્યાંકને ક્યાંક નેહા સાથે અન્યાય થયો હતો. શરૂઆતમાં નેહાએ આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. તે એમ વિચારીને ચૂપ રહી કે સંબંધોમાં તો આવા નાના-મોટા લડાઈ ઝઘડા ચાલતા રહે અને તેની અસર કામ પર પડવી જોઈએ નહીં. જોકે, થોડાં સમય બાદ પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લીધો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube