કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલના દરેક પાત્રો ચાહકોમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. શોમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ તથા બબીતા બનતી મુનમુન દત્તા વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે, બંનેએ આ વાતને નકારી દીધી છે. ડેટિંગની ચર્ચા વચ્ચે મુનમુન દત્તા તથા રાજ અનડકટ વચ્ચેની એક તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.
મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો
સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો છે. મુનમુન દત્તા પ્રિન્ટેડ શર્ટ તથા જીન્સમાં છે. જ્યારે રાજ હુડીમાં જોવા મળે છે.
શું કહ્યું હતું મુનમુને ?
મુનમુન દત્તાએ સો.મીડિયામાં બે પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક પોસ્ટમાં મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી અને બીજી પોસ્ટમાં ટ્રોલર્સ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુનમુને કહ્યું હતું, ‘મીડિયા તથા ઝીરો ક્રેડિબિલિટી ધરાવતા જર્નલિસ્ટ. તમને કોઈના અંગત જીવનની કાલ્પનિક વાતો છાપવાની આઝાદી કોણે આપી અને એ પણ તેમની મરજી વગર? તમારા આ ખરાબ વર્તનને કારણે સામેની વ્યક્તિની ઇમેજને નુકસાન પહોંચે છે. શું તમે તેના માટે જવાબદાર છો? તમે TRP માટે જે મહિલાએ થોડા સમય પહેલાં પોતાના દીકરાને ગુમાવ્યો હોય, પોતાના પ્રેમને ખોયો હોય તેને પણ છોડતા નથી. તમે કોઈની ગરિમાને બાજુએ મૂકીને સેન્સેશનલ ન્યૂઝ બનાવવા માટે કોઈપણ સ્તરે જઈ શકો છો, પરંતુ શું તમે તેનું જીવન બરબાદ કરવાની જવાબદારી લઈ શકો છો? જો ના તો તમને પોતાના પર શરમ આવવી જોઈએ.’
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.