કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોની કાર્યપ્રણાલીમાં ગણુ પરિવર્તન આવ્યું છે. લોકોની આદતો બદલાઈ છે. નવા વાતાવરણમાં લોકો હવે પોતાની જાતને ઢાળી રહ્યા છે. જેના કારણે બેન્કોની લેવળ દેવળમાં પણ પરિવર્તન આવ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે, લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આમાં કોન્ટેક્ટલેસ અથવા ડિજિટલ ચુકવણીઓનું પ્રમાણ વધ્યું છે.

જાણે કેટલી હશે કિંમત

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘડિયાળોની ચુકવણી સુવિધાનો ઉપયોગ દેશભરમાં 20 લાખથી વધુ કોન્ટેક્ટલેસ માસ્ટરકાર્ડ ઈનેબલ્ડ પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનોમાં ઉપયોગ થઈ શકે છે. આ ઘડિયાળોના મોડેલની જો વાત કરવામાં આવે તો પુરુષો માટે ત્રણ સ્ટાઈલ અને મહિલાઓ માટે બે મોડેલ બનાવવામાં આવ્યા છે. તેની કિંમત 2995 રૂપિયાથી 5995 રૂપિયાની વચ્ચેની રહેશે.
પિનને નાંખ્યા વગર 2000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાય છે

તેમા ચુકવણીની વ્યવસ્થા સરળ કરવામાં આવી છે. ટાઇટન અને SBI ભારતમાં પહેલીવાર કોન્ટેક્ટલેસ પેમેન્ટ સુવિધા સાથે નવી ઘડિયાળોની રેન્જ શરૂ કરી રહ્યા છે. આ લોન્ચિંગ સાથે, SBI એકાઉન્ટ ધારકો પોતાની ટાઈટન પે વોચને કોન્ટેક્ટલેસ પેમેન્ટ POS મશીન પર ટેપ કરીને ચુકવણી કરી શકે છે, જેમાં SBI બેંક કાર્ડને સ્વાઈપ અથવા નાંખવાની કોઈ જરૂર નથી.

પિનને નાંખ્યા વગર 2000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાય છે. ઘડિયાળની સ્ટ્રેપમાં એક સુરક્ષિત સર્ટિફાઈડ નિયર-ફીલ્ડ કોમ્યુનિકેશન (NFC)ચિપ છે, જે એક સ્ટાન્ડર્ડ કોન્ટેક્ટલેસ SBI ડેબિટ કાર્ડનાં દરેક કામોને ઈનેબલ કરે છે.
આ વિશેષ પ્રોડકટને લોંચ કરવા માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ

એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, તેઓ કોન્ટેક્ટલેસ પેમેન્ટના ક્ષેત્રમાં ટાઇટન દ્વારા આ વિશેષ પ્રોડકટને લોંચ કરવા માટે ખૂબ ઉત્સુક છે. તેઓ વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા વૉચ ઉત્પાદક સાથે હાથ મિલાવવામાં ખૂબ જ ખુશ છે, જે ટાઇટન પેમેન્ટ વૉચથી બેંકના યોનો ગ્રાહકોને સ્માર્ટ અને નવીન શોપિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે. આ સુવિધાની ડિજિટલ પેમેન્ટને જોર મળ છે અને રોકડ વ્યવહાર ઓછો થશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.