તામિલનાડુના CM દ્વારા મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત
તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણાને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે તેમજ અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યુ હતું કે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે દિવાળીનો તહેવાતને કારણે ફટાકડાનો ઘણો જ સ્ટોક જમા હતો. ભીષણ આગા લગતાં ઊંચે સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા છે. ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.