તમિલનાડુમાં (Tamilnadu)લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે. જો કે, આ લોકડાઉનમાં પહેલાની તુલનામાં થોડીક છૂટછાટ મળશે. પરંતુ ઓગસ્ટના દરેક રવિવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થશે, એટલે કે વીકએન્ડ પર સરકાર તરફથી કોઈ છૂટ આપવામાં આવી નથી. તામિલનાડુના આરોગ્ય મંત્રાલયે જારી કરેલા બુલેટિનમાં બુધવાર સુધીમાં રાજ્યમાં 25 લાખ 36 હજાર 660 પરીક્ષણો પૂર્ણ થયા છે.

તામિલનાડુના સીએમ પલાનીસ્વામી(Edappadi K Palaniswami)એ ગુરુવારે રાજ્યમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ સતત બે દિવસ તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક બાદ રાજ્યમાં કોરોના ચેપની વર્તમાન સ્થિતિ અને બચાવના પગલાંની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો હતો. “તામિલનાડુના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના ચેપનું મૃત્યુ દર 1.6 ટકા છે જ્યારે રિકવરીનો દર 73 ટકા છે.”

દરમિયાન, તામિલનાડુમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધારે કોરોના ચેપના 6426 કેસ સામે આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં આખા રાજ્યમાં કોરોનાના 2 લાખ, 34 હજાર, 114 કેસ નોંધાયા છે. રાજધાની ચેન્નાઇમાં અત્યાર સુધીમાં 97 હજાર 575 કેસ નોંધાયા છે. બુધવારે તમિલનાડુમાં સૌથી વધુ રેકોર્ડમાં 82 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે, સમગ્ર રાજ્યમાં કોરોના ચેપથી 3741 લોકોનાં મોત નીપજ્યાં છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube