ક્યાંક તમારું DL નકલી તો નથીને, જાણો હાલની પ્રોસેસ અને જરૂરી ડોક્યૂમેન્ટ્સ

ટૂ વ્હીલર, ફોર વ્હીલર કે ટ્રક ચલાવવાને માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લાઇસન્સ હોવાનો અર્થ એ છે કે તમે ટ્રાફિકમાં ડ્રાઇવ કરવાને માટે જાણકારી ધરાવો છો. આ આઇડી પ્રૂફ અનેક જગ્યાએ કામ કરે છે. જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવડાવવાની તૈયારીમાં છો તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી તૈયાર રાખો જેથી અણીના સમયે તમારું કામ અટકે નહીં. અમે આપને લાઇસન્સ બનાવવાની ઓનલાઈન પ્રોસેસ અને સાથે ખાસ કરીને તેમાં કરાતી ભૂલોની જાણકારી આપી રહ્યા છે જેથી તેનાથી બચી શકાય. હવેથી તમે ટૂંકસમયમાં જ લાઈસન્સ બનાવડાવી શકો છો.

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું એટલું પણ અઘરું નથી, ફોલો કરો આ STEPS

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે લોકલ આરટીઓ ઓફિસમાં ફોર્મ નં. 2ની સાથે જરૂરી દરેક ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે.

તેના માટે રેસિડન્ટ પ્રૂફ જેમકે રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, પાસપોર્ટ, વોટર આઇડી અને એજ પ્રૂફ જેવા કે સ્કૂલ સર્ટિફિકેટ, પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટની કોપી આપવાની રહેશે.

ડોક્યૂમેન્ટ વેરિફિકેશન બાદ એપ્લીકેન્ટનો શરૂઆતમાં કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. તેને પાસ કર્યા બાદ તેને લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે. જે છ મહિના સુધી વેલિડ હોય છે.

ત્યારબાદ રેગ્યુલર ડ્રાઇવિંગ લાઇસન્સને માટે અપ્લાય કરી શકાય છે. તેને માટે ફોર્મ નંબર 4ની સાથે સંબંધિત ડોક્યૂમેન્ટ્સ સબમિટ કરવાના રહે છે.

એપ્લીકન્ટ પબ્લિક પ્લેસ પર સેફ ડ્રાઇવ કરવામાં પ્રશિક્ષિત છે કે નહીં તેનો પણ ટેસ્ટ લેવામાં આવે છે. સાથે ઓરિજિનલ ડોક્યૂમેન્ટ્સને પણ ચેક કરવામાં આવે છે.

આ છે લાઈસન્સ બનાવવાની ઓનલાઇન પ્રોસેસ

સ્ટેટ પોર્ટલ પર જઇને એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો. જરૂરી ડોક્યૂમેન્ટ્સ સંબંધિત ઓથોરિટી ઓફિસમાં સબમિટ કરો.

હવે એપ્લીકન્ટનો પ્રિલિમનરી ટેસ્ટ લેવાશે. ક્વોલિફાઇડ કેડિંડેટને લર્નિંગ લાઇસન્સ મળશે. છ મહિના બાદ પરમેનન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સને માટે ડ્રાઇવિંગ ટેસ્ટ થશે.

એપ્લીકન્ટ ટેસ્ટમાં ક્વોલિફાઇડ થાય છે તો રેગ્યુલર પરમેનન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ તેને ઇશ્યૂ કરી દેવામાં આવે છે. આ 20 વર્ષ સુધી વેલિડ ગણાય છે.

મોટર વ્હીકલ એક્ટ, 1988ના આઘારે નિયમ 3(1) અનુસાર સડક પર કોઇપણ વ્હીકલ ચલાવવાને માટે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું જરૂરી છે.

તમે ભારતીય છો, તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે તો સ્કૂટર, મોટરસાઇકલ, કારને માટે લાઇસન્સ બનાવડાવી શકો છો. 21 વર્ષ બાદ ટ્રેક્ટર કે અન્ય વ્હીકલને માટે લાઇસન્સ બને છે.માનસિક રૂપથી વિક્ષિપ્ત કે શારિરીક રૂપથી વિકલાંગ હોવ તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સને માટે અપ્લાય કરી શકતા નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube