Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

તમારી બધી ઇચ્છાઓને પૂરી કરવા માટે મહાકાળીના આ ચમત્કારીક મંદિરમાં કરો દર્શન

મહાકાળીના આ ચમત્કારિક મંદિરના દર્શન કરનારની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે

આ દેવીના દર્શન કરવાથી થાય છે હર મનોકામના પૂર્ણ, આ મંદિર છે ચમત્કારોથી ભરપૂર

image source

મહાકાળીનું આ છે ચમત્કારી મંદિર, અહીં વાસ કરે છે માતા, ભક્તોની દરેક ઈચ્છા કરે છે પુરી

સિદ્ધપીઠ મઠીયાણા માં મંદિરમાં દેવી માતા ભક્તોના વૈષ્ણુ અવતાર અને બીજા ભદ્રકાળીના રૂપમાં દર્શન આપે છે.

આપણા દેશમાં દેવીમાંના ઘણા મંદિરો રહેલા છે, જેની પોત પોતાની વિશેષતા અને ખાસિયતો દર્શાવવામાં આવી છે, આ મંદિરોમાં ઘણી વાર સમયાંતરે ચમત્કાર જોવા મળે છે, જેના કારણે ભક્તોની આસ્થા ઘણી વધી જાય છે, એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં સાક્ષાત દેવી માં નિવાસ કરે છે.

image source

દેવીમાંના ચમત્કારો અને વિશેષતાઓને લીધે જ અહિયાં લાખો ભક્તો દેવીમાંના દર્શન કરવા માટે આવે છે. અને માતાને પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે, આજે અમે તમને દેવી માતાના એક એવા મંદિર વિશે માહિતી આપવાના છીએ, જ્યાં મહાકાળી જાગૃત માનવામાં આવે છે, આ મંદિરમાં, દેવી માતા ભક્તોને વૈષ્ણુ સ્વરૂપ અને બીજા ભદ્રકાલીના રૂપમાં દર્શન આપે છે.

અમે તમને જે મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ, તે માતાનું મંદિર ઉત્તરાખંડના જનપદ રુદ્રપ્રયાગના જાખોલી વિકાસખંડના ભરદાર વિસ્તારના ઊંચા પહાડો ઉપર આવેલું છે, જેને સિદ્ધપીઠ મઠિયાણા માં મંદિર તરીકે લોકો ઓળખે છે.

image source

માતાના આ મંદિર સિદ્ધપીઠો માંનું એક માનવામાં આવે છે, માતાના આ મંદિરમાં ચૈત્ર અને શરદ નવરાત્રીના દિવસોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. કાલરાત્રીના દિવસે આખી રાત જાગરણ રાખવામાં આવે છે, વર્ષ આખું ભક્તો માટે માતા રાનીનો ભંડાર ખુલ્લો રહે છે, અહિયાં દૂર-દૂરથી લોકો માતાના દર્શન કરવા માટે આવે છે.

જો આપણે પ્રાચીન લોકકથાઓ મુજબ જોઈએ તો માતા મટિયાણા સરવાડી ગઢના રાજવંશની રખેવાળ હતી અને તેણીના લગ્ન ભોટ એટલે કે તિબેટના રાજકુમાર સાથે થયા હતા, સાવકી માતા દ્વારા વંશના કેટલાક લોકોની સહાયથી તેના પતિની હત્યા કરી કરાવી દેવામાં આવે છે.

image source

પતિના મૃત્યુ પછી તિલવાડા સુરજ પ્રયાગમાં સતી થવા માટે જાય છે, ત્યારે અહિયાથી માતા પ્રગટ થાય છે, ત્યારે દેવી માતા સીરવાદી ગઢમાં જઈને ગુનેગારોને તેના કાર્યનો દંડ આપે છે અને જનકલ્યાણના હિતમાં અહિયાં વાસ કરે છે.

મઠિયાણા દેવી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે, એવું કહેવામાં આવે છે કે અહીંયા માતાના દર્શન કરવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે, ખાસ કરીને આ મંદિરની અંદર નવરાત્રીના દિવસોમાં ભક્તોનો મેળો જોવા મળે છે મઠિયાણા દેવી માતા શકરીનું કાલી સ્વરૂપ છે અને આ સ્થાનને દેવીનું શક્તિપીઠ પણ માનવામાં આવે છે.

image source

આ મંદિર વિષે એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે માતા અગ્નિમાં સતી થઇ ગયા હતા ત્યારે ભગવાન શિવજી તેના શરીરણે લઈને આમતેમ ભટકી રહ્યા હતા, માતાના શરીરના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા તે તમામ સ્થળોને શક્તિપીઠ કહેવામાં આવે છે, માતા રાણીનો એક ભાગ અહીંયા પડ્યો હતો, ત્યાર બાદ માતા મઠિયાણા દેવી કહેવાયા. એવું કહેવામાં આવે છે કે માતા રાણીના આ શક્તિપીઠમાં જે પણ ભક્ત પોતાની મનોકામનાની ઇચ્છા ધરાવે છે, તેમની બધી ઇચ્છાઓ માતા રાની જરૂર પૂર્ણ કરે છે.

image source

દેવી માતાનું મઠિયાણા માતા મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના સિલિગોં ગામમાં આવેલું છે, જો તમે અહીંયા આવવા માગો છો તો, તેના માટે રુદ્રપ્રયાગથી તિલવાડા ઘેઘડ થઈને પહોંચી શકાય છે, રોડ રસ્તા દ્વારા માતાના આ મંદિરનું અંતર લગભગ 2 કિલોમીટર પગપાળા જવું પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal 21 ઓગસ્ટ 2020:– ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya

પતિ-પત્નીએ ભૂલમાં પણ રૂમમાં ના રાખવી જોઈએ આ ચીજો, બરબાદ થઈ જાય છે લગ્નજીવન

Nikitmaniya

Rashifal:- આ રાશિજાતકો માટે મંગળવાર નો દિવસ છે ખૂબ જ લાભદાયક, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમા?

Nikitmaniya