આજના જમાનામાં ખાદ્યપદાર્થનું ઉત્પાદન કરતી કંપનીઓમાં ખુબ વધારો થયો છે. આ કંપનીઓ પોતાના પદાર્થને વધારે પ્રખ્યાત અને વધારે વેચાણ માટે ગમે તે હદ સુધી જઇ શકે છે. તે હરીફાઈના જમાનામાં પોતાનું નામ બનવા માંગે છે. તે લોકો તેના ઉત્પાદનના વેચાણ માટે ગમે તે રીતે જાહેરાત કરી શકે છે. તે ઉત્પાદનો ખાવાથી તંદુરસ્તી વધે છે તે બતાવી શકે છે. તે સામાન્ય લોકોને એવો વિશ્વાસ અપાવે છે કે તે વસ્તુનો ઉપયોગ કરવો ખુબ સારો છે. તેમાં જણાવે છે કે તેઓ છે. તે ઉત્પાદનો ખરેખર આપણા શરીર માટે ખુબ જ હાનીકારક હોય છે. તેનો વધારે ઉપયોગ કરવાથી આપણા શરીરને ભારે નુકશાન કરે છે.
ન્યુટેલા ( નટેલા ) :
અત્યારના બધા લોકોને ચોકલેટ ફ્લેવર ખબ જ પસંદ આવે છે. બધા આને ખાવાનું ખુબ જ પસંદ કરે છે. તેવું જ એક ન્યુટેલા લોકો ખાવાનું ખુબ પસંદ કરે છે. આને લોકો બ્રેડની સાથે ખાય છે. આને બધા લોકો સવારે બ્રેકફાસ્ટમાં અને જયારે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં આનું સેવન કરે છે. ન્યુંટેલા કંપની વાળા લોકો એમ કહે છે કે આ દુધ અને કોકો પાવડર માંથી બને છે. પણ તેમાં કાર્બોહાઈટ્રેડ નું પ્રમાણ ૮ ગ્રામ જેટલું હોય છે. તેમાં ખાંડની માત્રા વધરે હોય છે. તેથી તમે તેનું સેવન કરો છો તો તમે ખાંડ નું સેવન કર્યું ગણાય છે. તેથી તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
બોર્નવીટા :
આજકાલના બાળકોને દૂધ પીવાનું પસંદ નથી. તેથી અત્યારની દરેક માં તેના બાળકોને દૂધ પીવડાવવું હોય છે. તેથી તે લોકોતેમાં બોર્નવીટા નાખીને દૂધ વધારે ટેસ્ટી બની જાય છે અને બાળકોને પસંદ આવે છે. બધા તેમ જ વિચાર એચે કે બોર્નવીટા પીવાથી બાળકોનો વિકાસ થાય છે. તેમાં પ્રોટીન ખુબ જ ઓછી માત્રામાં હોય છે.૧૭ ગ્રામ કર્બોહાઈટ્રેડ, ૧૪.6 ગ્રામ ખાંડ હોય છે જે બાળકોને નુકશાન કરે છે. તેથી બાળકોને બોર્નવીટા ના આપવી જોઈએ. બોર્નવીટા થી બાળકોને ભારે પ્રમાણમાં હાની પોહચી શકે છે.
સુગર ફ્રી :
અત્યારે બધા સુગર ફ્રી માંગવા લાગ્યા છે. ડાયાબીટીસના દર્દીઓ માટે તે ખુબ જ જરૂરી છે. તેવા લોકો પણ તેનો ઉપયોગ કરતા હોય છે જે તેનો વજન નથી વધારેવા માંગતા. તેવા લોકો ખંડ વગરનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. બધા એવું માને છે કે તેમાં ૦ કેલેરી હોય છે અને તેનો સ્વાદ ખાંડ જેવો જ હોય છે. તેને બનાવવામાં વાપરવામાં આવે ટી વસ્ત છે. લેક્ટોસ તે દૂધમાં રહેલી ખંડ હોય છે. તેથી તમારે દૂધ પચવામાં વાર લાગતી તો તેના માટે આ સારું નથી.
તેમાં વાપરવામાં આવતી બીજી વસ્તુ છે એસ્પાર્ટેમ. તે આપણા શરીર માટે ખુબ નુકશાન દાયક સાબિત થઇ શકે છે. તેને ખાવાથી નુકસાન થાપ થાય છે જેમકે વધારે વજન વધી જવું, બ્લડ પ્રેશર વધવું વગેરે જેવી તકલીફ થઇ શકે છે. તે બાળકો માટે નુકસાન દાયક છે. તેમાં ઘણા કેમિકલ્સ વાપરવામાં આવે છે.તમે પણ આવું સુગર ફ્રી પસંદ કરતા હોવ તો ચેતી જજો.
મેગી ઓટ્સ નુડલ્સ :
આ બધા લોકોને પસંદ હોય છે. મેગી અનેક પ્રકારની આવે છે. તે જણાવે છે કે તે આપણા શાવાસ્થ્ય માટે ફાયદા કારક છે. તેમાં વપરાતી સામગ્રી જોઈએ તો તેમાં ૩૯ ટકા જેટલા ઓટ્સ રહેલા હોય છે. તેમાં ૫૦ ટકા થી વધારે મેંદો રહેલો હોય છે. તેમાં સોડીયમ મસાલામાં વપરાય છે. તે આપણા શરીરમાં પાણીને રોકે છે. તેથી વજન વધારે જડપથી વધવા લાગે છે.
ન્યુટ્રેલાઈટ :
આપણા ભારતમાં ઘણા લોકો એવા હોય છે કે તેને બત્ર વધારે પસંદ હોય છે. મોટાભાગની વાનગીમાં આપણે બટર નો વપરાશ કરીએ છીએ. ત્યારે લોકો તેના બદલામાં ન્યુટ્રેલાઈટ વાપરે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે તે બટર કરતા વધારે સારું થાય છે. બટરને દૂધ માંથી બનાવવામાં આવે છે અને તેને જગ્યાએ રીફૈન તેલમાંથી બનાવવમાં આવે છે. તેનાથી આપણને નુકશાન થઇ શકે છે. તેમાં એવા કેટલાક કેમિકલ્સ રહેલા હોય છે. તેનાથી આપણા શરીરને નુકશાન થાય છે. તમને બટર પસ્નાદ હોય તો તેને ખાવું પરંતુ આનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.