લગ્ન કરવા અને તેને નિભાવવા બાળકોનું કામ નથી. લગ્ન બાદ પતિ પત્ની બંનેએ ઘણી કુરબાની આપવી પડે છે. કારણ કે ઘણી વખત સંબંધોમાં નાની ભુલથી ભયાનક રૂપ ધારણ થઈ જતું હોય છે અને આ પવિત્ર સંબંધમાં વાદવિવાદ ઉત્પન્ન થવા લાગે છે. તમારી નાની ભુલ પણ તમારા લગ્ન જીવનને નર્ક બનાવી શકે છે. તમે અવારનવાર જોયું હશે કે ઘણી બધી યુવતીઓ લગ્ન બાદ પોતાના પતિ સાથે એડજસ્ટ કરી શકતી નથી અને તેમને ઇગ્નોર કરીને પરપુરુષનાં સંપર્કમાં આવે છે. તેમાં દોષ ફક્ત તે યુવતીઓ હોતો નથી, પરંતુ યુવકનો પણ હોય છે.

તમે એક કહેવત તો જરૂર સાંભળી હશે કે “તાલી હંમેશા એક હાથથી વાગતી નથી”. એટલા માટે જો તમારી પત્ની તમને છોડીને અન્ય કોઈ પુરુષ તરફ આકર્ષિત થાય છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક તમારો પણ દોષ છે.

પતિનાં કામમાં વ્યસ્ત રહેવાને કારણે ઘણી વખત પત્નીઓને જે સુખ જોઈતું હોય છે તે તેમને મળતું નથી. જેના કારણે તેઓ પોતાનો પ્રેમ અન્ય લોકોમાં શોધવા લાગે છે. પરંતુ આજે અમે તમને એવી પાંચ ટિપ્સ આપવાના છીએ, જેને અપનાવીને તમે પોતાની પત્નીને પોતાના પ્રેમમાં પાગલ કરી શકો છો, તેના માટે તમારે દરરોજ રાતે સુતા પહેલા આ ૫ કામ કરવાના રહેશે.

રોમેન્ટિક વાતો કરો

જો તમે પોતાના લગ્ન જીવનમાં મીઠાશ જાળવી રાખવા માંગો માંગો છો તો તેના માટે તમારે લાઇફમાં થોડો રોમાન્સ પણ જાળવી રાખવાનો રહેશે. કારણકે દિલમાં એકબીજા માટે પ્રેમ જાળવી રાખવા માટે રોમાન્સ જાળવી રાખવો ખુબ જ જરૂરી છે. રોમાન્સ પતિ-પત્ની વચ્ચેની દરેક દીવાલને ખતમ કરી નાખે છે. જો તમે દિવસભરમાં કામમાં વ્યસ્ત રહો છો, તો રાત્રે સુતા પહેલા બેડરૂમમાં પત્ની સાથે અમુક મીઠી અને પ્રેમ ભરેલી વાતો જરૂર કરો. આવું કરવાથી તમારી પત્ની તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચાર છે નહીં.

ગળે લગાડીને સુવો

દરેક યુવતી પોતાના સથીને ખુબ જ પ્રેમ કરતી હોય છે. તેવામાં જો તેને તે પ્રેમ નથી મળતો તો તે પરપુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે. જો તમે પોતાની પત્નીને સુતા પહેલા ગળે લગાવો છો તો તે દિવસભરમાં થાક અને ટેન્શન ભુલી જશે. તેનાથી તમારું તમારી પત્ની સાથે ભાવનાત્મક કનેક્શન જોડાઇ જશે. પત્ની ને ગળે લગાવીને માથે કિસ કરવું મેરિડ લાઈફ માટે શુભ સંકેત છે.

પત્નીને કરો કિસ

દરેક વ્યક્તિને પ્રેમ વ્યક્ત કરવાની અલગ અલગ રીતો હોય છે. તેવામાં કિસ કરવું એક એવો ઉપાય છે જે બે લોકોને પરસ્પર ઈમોશનલ જોડીને રાખે છે. દરરોજ પત્ની ને કિસ કરવાથી તેને તે વાતનો અહેસાસ થતો રહે છે કે તમે તેને ખુબ જ પ્રેમ કરો છો. તેવામાં તેઓ તમને દગો આપવા વિશે વિચારી પણ શક્તિ નથી.

પત્ની સાથે કરો સં-ભોગ

પુરુષો જ નહિ પરંતુ મહિલાઓને પણ અમુક શારીરિક જરૂરિયાતો અને ઇચ્છા હોય છે, જે તેઓ લગ્ન બાદ પોતાના પતિ પાસેથી પુરી કરવા માંગે છે. તેવામાં જો લગ્ન બાદ તેમને પોતાની ઈચ્છાઓની પુર્તિ ન થાય તો તેઓનું મન ભટકી જતું હોય છે અને તેઓ તમને દગો આપી શકે છે. આવી સ્થિતિમાંથી બચવા માટે તમારે સપ્તાહમાં ઓછામાં ઓછું એક થી બે વખત પોતાની પત્ની સાથે સં-ભોગ કરવો જોઈએ.

પત્નીની કરો પ્રશંસા

દરેક યુવતી પોતાની પ્રશંસા સાંભળવા માટે આતુર રહેતી હોય છે. તેમાં જો તમે સુતા પહેલા પોતાની પત્નીની સામે તેની પ્રશંસા કરો તો તે ખુશ થઈ જાય છે અને તમે તેના માટે સ્પેશિયલ બની જાઓ છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube