મેષ : સૂર્યનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના લોકોના આત્મવિશ્વાસને અસર કરશે. ઓફિસમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાર્ય પ્રત્યે તમારી પ્રામાણિકતા અકબંધ રહેશે. નજીકના સંબંધીના સ્વાસ્થ્ય વિશે ચિંતા રહેશે. જેના કારણે તમારા ધંધાને ખરાબ અસર પડશે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ સંક્રમણ લાભકારક રહેશે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. માનમાં વધારો થશે. ધર્મના કાર્યમાં મન લાગશે. પારિવારિક સુખ મળશે. ધંધા માટે મુસાફરીના યોગ બની રહ્યા છે.

મિથુન : મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ મિથુન રાશિના લોકો માટે ફળદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. નોકરી અને ધંધામાં સારા પરિણામ જોવા મળશે. તમને બઢતીના લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ખાસ ઉચિત સમય શરૂ થવા જઈ રહ્યો છે જે તમને કારકિર્દીની ઊંચાઈ પર પહોંચવામાં મદદ કરશે.

કર્ક : સૂર્યના રાશિ બદલવાને લીધે કર્ક રાશિના લોકો માટે સંપત્તિનું સર્જન કરી શકાય છે. અટકેલા પૈસા પ્રાપ્ત થશે. વર્ષો જુના રોગમાં રાહત મળશે. ભાગીદારીમાં કામ કરતા લોકો માટે ભાગીદાર સાથે બગડેલા સંબંધો સુધરશે. પત્ની તરફથી કોઈ ભેટ મળી શકે છે.

સિંહ : સૂર્યનું આ પરિવર્તન સિંહ રાશિના લોકોને મિશ્ર અસર આપશે. તમે જેટલી સખત મહેનત કરો છો, એટલા જ ફળ તમને પ્રાપ્ત થશે. તમારા કામથી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે પરંતુ તેનાથી તમે ધારો તેવી અસર તમારી કારકિર્દી પર પડશે નહીં. પૈસા વિચારીને વાપરવાની સલાહ છે. નજીકના ભવિષ્યમાં નાણાકીય કટોકટી આવી શકે છે.

કન્યા : વૈવાહિક જીવન પર અસર થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વાણી ઉપર સંયમ રાખો. પરિવારનો પૂરો સહયોગ મળશે. પતિ-પત્ની એક બીજા માટે સહાનુભૂતિ દર્શાવશે. સાથે મળીને આવનારી તમામ મુશ્કેલી સામે લડવા સક્ષમ રહેશે. બાળકોના ભવિષ્યની ચિંતામાં ઘટાડો થશે.

તુલા : સૂર્યનું આ રાશિ પરિવર્તન તુલા રાશિના લોકો માટે સારું આરોગ્ય પ્રદાન કરશે. દુશ્મન પરાજિત થશે. મિત્રો અને સબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે વિદેશમાં જઈને ભણવાનું સપનું પૂર્ણ થશે. ઉચ્ચ પગાર પર નોકરી મળશે.

વૃશ્ચિક : તમે શિક્ષણ અને કારકિર્દીમાં સારા પરિણામ મેળવી શકો છો. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. નવી યોજનાઓ પર કામ કરશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. માતાપિતાને રોગમાંથી મુક્તિ મળશે. જેનાથી નાણાંકીય તકલીફમાં ઘટાડો થશે.

ધનુ : આ રાશિના જાતકો સંઘર્ષની પરિસ્થિતિમાં ફસાઈ શકે છે. તમારો અવાજ સંયમ રાખો. વિવાદોને ટાળવાનો પ્રયત્ન કરો. તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારમાં કોઈ બાબતે મનભેદ થાય તો ગુસ્સો કરવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. તેથી વાદ વિવાદમાં ના પડવાની સલાહ છે.

મકર : આ સમય મકર રાશિના લોકો માટે શુભ રહેશે. તમને બઢતીના સંકેતો મળી રહ્યા છે. સંબંધોમાં લાભ થશે. લવ લાઈફમાં સુધાર થશે. પ્રેમ જીવનસાથીને પૂરો સહયોગ મળશે. ધંધામાં ખૂબ જ ઝીણવટથી કામ કરવું નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવું.

કુંભ : પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં ધ્યાન આપો. તમારા સ્વભાવ અને વાણી પર નિયંત્રણ રાખો. દલીલો અને વિવાદોને ટાળવાનો પ્રયત્ન કરો. પત્ની તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની ચિંતા રહેશે.

મીન : આ રાશિમાં સૂર્યનું પરિવર્તન થવાનું છે. જેના લીધે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આ સિવાય ઓફિસમાં કાળજીપૂર્વક કામ કરો. કાયદાકીય કાર્યમાં સાંભળીને કામ કરવું. કોર્ટ-કેસની બાબતમાં સલાહકારની મદદ લઈને જ આગળ વધવું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube