સુરત (Surat) :શહેરમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો છે ત્યારે શહેરમાં વધુ સાત અને જિલ્લામાં ત્રણ મોત સાથે સુરતમાં કુલ 10 ના મોત નિપજ્યાં હતાં. શહેરમાં હવે કોરોના રાજકારણીઓનો જીવ લઇ રહ્યો છે. માજી કોર્પોરેટર ઉર્મિલાબેનનું આજે કોરોનાથી નિધન થયુ હતુ. શહેરમાં કુલ મૃત્યુઆંક 518 ઉપર પહોંચ્યો છે જ્યારે જિલ્લામાં 125 ઉપર પહોંîચ્યો છે.

સુરતમાં કુલ કેસનો આંકડો 12000ની નજીક

સુરત જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 2874 નોંધાયો છે. જિલ્લામાં નવા 309 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નવા 80 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 646 પર છે.

સુરતમાં કુલ કેસનો આંકડો 12000ની નજીક

નવી સિવિલ હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે શહેરમાં કોરોનાને કારણે વધુ આઠ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં નાના વરાછાના 60 વર્ષના વૃદ્ધ, જહાંગીરપુરામાં રહેતા 63 વર્ષના વૃદ્ધ, કાશીનગર ઉધનામાં રહેતા 66 વર્ષના વૃદ્ધ, નવાગામ ડિંડોલીમાં રહેતા 46 વર્ષના આધેડ, સચીનમાં રહેતા 45 વર્ષના મહિલા, સૈયદપુરામાં રહેચા 61 વર્ષના વૃદ્ધા, વરાછા સ્વામીનારાયણ નગરમાં રહેતા 42 વર્ષના મહિલા તેમજ અલથાણ કેનાલ રોડ ઉપર રહેતા 71 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ સાથે જ શહેરમાં કુલ મૃત્યુઆંક 518 ઉપર પહોîચ્યો હતો. સુરત જિલ્લામાં પણ ત્રણ મોત થયા હતા જેમાં ઓલપાડના કીમમાં 67 વર્ષના વૃદ્ધ, કામરેજ ખોલવડના 78 વર્ષના વૃદ્ધ તેમજ મહુવાના 80 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યુ હતુ. આ સાથે જ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 125 ઉપર પહોîચ્યો હતો.

સુરતમાં કુલ કેસનો આંકડો 12000ની નજીક

કોરોનામાં બારડોલીના નગરસેવક સહિત જિલ્લામાં કુલ 3 મોત

સુરતમાં કુલ કેસનો આંકડો 12000ની નજીક

સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. દરમિયાન બારડોલીના નગરસેવક બાલકૃષ્ણ ઉર્ફે ભાણાભાઇ પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ બારડોલીમાં નવા દશ કેસ સાથે કુલ આંકડો 419 પર પહોંચી ગયો છે. ઓલપાડ તાલુકામાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે જ્યારે વધુ આઠ નવા કેસ મંગળવારે નોંધાયા હતા. તાપી જિલ્લાની વાત કરીએ તો વ્યારામાં પણ એક વ્યકિતનું કોરોનામાં મોત નિપજ્યું છે. માંડવી તાલુકામાં કોરોનાના વધુ 3 દર્દીઓ નોંધાયા છે તેની સાથે જ કુલ આંક 127 થયો છે. જ્યારે કામરેજમાં કોરોના પોઝિટિવ હોય તેવા વધુ ચાર દર્દીઓ નોંધાયા છે.

સુરતમાં કુલ કેસનો આંકડો 12000ની નજીક
  • શહેર 194
  • કુલ શહેર 11791
  • જિલ્લા 57
  • કુલ 2875
  • કુલ મોત 643

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube