ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) તરફથી એસટી બસોની સુરતમાં અવરજવર પર રોક વધુ એક સપ્તાહ માટે યથાવત રાખી છે. કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના ભાગરૂપે 27 જુલાઈથી સુરતના ડેપોથી બસોની અવરજવર બંધ છે.હવે વધુ 7 દિવસ માટે બસોના પૈડા થંભા ગયા છે. આ દરમિયાન ખાનગી બસો પણ વધુ 7 દિવસ માટે બંધ રહેશે. જ્યારે જરૂરી સામાનની હેરાફેરી કરનારા ગુડ્સ ટ્રાન્સપોર્ટના ટ્રક અને ખાનગી વાહનોનો માટે કોઈ પ્રતિબંધ નથી.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોએ વહીવટી તંત્રની ચિંતા વધારી છે. આથી જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી સમીક્ષા બેઠક બાદ બસોનું સંચાલન વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં વધુ 70 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3362 પર પહોંચી ગઈ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube