SURAT : સુરતના સરથાણા વિસ્તારમાં આગની ઘટના બની છે. સીમાડા કેનાલ રોડ નજીક પ્રમુખ પાર્કિંગમાં આગ ફાટી નીકળી છે.મંડપ સર્વિસના ગોડાઉન અને એક ટાયરના ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ છે.આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી..ઘટનાની જાણ થતાં પાંચ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લખેનીય છે કે ચાલુ ઓક્ટોબર મહિનામાં સુરતમાં આગની આ બીજી ઘટના છે. આ અગાઉ 18 ઓક્ટોબરે કતારગામમાં આગ લાગી હતી.
સુરત કડોદરા GIDCની અકે મિલમાં ભીષણ આગ લાગી હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં આગ લાગતાં બે વ્યક્તિના મોત થયાના સમાચાર મળ્યા હતાઆવી છે. આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.. ફાયરના જવાનો દ્વારા 2 હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ફસાયેલા 125 લોકોને બચાવવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના કડોદરા ખાતે ગઈકાલે પેકેજીંગ કંપનીમાં ભીષણ અગ્નિકાંડમાં બે મજૂરોના મોત અને 50 થી વધુ કામદારો ઘાયલ થવાની ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં કંપનીના માલિક અને મેનેજર સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પૈકી આજે સ્થાનિક પોલીસ દ્વારા માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજી પણ વોન્ટેડ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.