સુરત: સુરતમાં તૈયાર કરવામાં આવેલી ડાયમંડ રિંગને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સુરતની એક સિટી બેઝ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીએ મેરઠ સ્થિત જ્વેલરી કંપની રેનાણી જ્વેલ્સ ઈન્ડિયા માટે 12,638 હીરા જડિત ગોલ્ડ રિંગ ડિઝાઈન કરી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ સુરતની એક કંપનીએ એવા પ્રકારની જ રિંગ તૈયાર કરી હતી, તેને પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

મેરઠની જ્વેલ્સ કંપની માટે તૈયાર કરી રિંગ
સુરત જ્વેલરી કંપનીના માલિક હેમલ કાપડિયાના જણાવ્યા અનુસાર, તેમના કારીગરોએ 12,638 હીરાથી ભરેલા ફૂલોના આકારની સોનાની વીંટી ડિઝાઇન કરી છે જેને બનાવવામાં લગભગ 9 મહિનાનો સમય લાગ્યો હતો. હીરાની વીંટી ક્રાફ્ટ કરવા માટે અમે 165 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો છે. કાપડિયાએ જણાવ્યું હતું કે, બધા હીરા આંતરરાષ્ટ્રીય જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) દ્વારા પ્રમાણિત છે.

સ્થાનિક હીરા ઉદ્યોગનાડાયમંડ્સનો ઉપયોગ કર્યો
તેમણે ઉમેર્યું કે, સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સની યુનિક જ્વેલરી આર્ટિકલ્સ તૈયાર કરવાની ક્ષમતા છે. રિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા હીરાને સ્થાનિક ઉદ્યોગમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

રિંગનું નામ ‘ધ મેરીગોલ્ડ’
કાપડિયાના જણાવ્યા અનુસાર, રિંગના માલિકોએ તેનું નામ ‘ધ મેરીગોલ્ડ’ રિંગ રાખવામાં આવ્યું છે અને તેને વેચવાની તેમની પાસે કોઈ યોજના નથી. સોમવારે શહેરમાં આવેલા રેનાની જ્વેલ્સના હર્ષિત બંસલે જણાવ્યું હતું કે, સુરતમાં ઝવેરાત ઉત્પાદકોમાં મોટી પ્રતિભા છે અને તેઓ અશક્ય કામ પણ કરી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube