સુરતઃ ભેસ્તાનમાં વિવાદી કોંગ્રેસી કોર્પોરેટર (Congress Corporator) સતિષ પટેલ અને તેના સાગરીતને એસીબીએ (ACB) લાંચ માંગવાના કેસમાં ભેરવાયા છે. એસીબીએ છટકું ગોઠવી કોર્પોરેટરના સાગરીતને પકડી પાડ્યો છે. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલનો વોન્ટેડ (Wanted) જાહેર કર્યો છે.

સુરતના આ કોંગ્રેસી કોર્પોરેટર હત્યા કેસ બાદ હવે લાંચ કેસમાં ભેરવાયા

એસીબીના જણાવ્યા મુજબ બમરોલી રોડ ખાતે આવેલા પાવરલુમ્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક મિલ્કતદાર દ્વારા તેના ખાતામાં ત્રીજા માળનું બાંધકામ કરાવવામાં આવતું હતું. દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર સતીષ ચંપકભાઈ પટેલ (રહે,ભેસ્તાન આદર્શનગર સોસાયટી) અને તેનો સાગરીત અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા (રહે. સુંદરમ રેસિડેન્સીની સામે, જીઆવ રોડ) દ્વારા બાંધકામ ગેરકાયદે હોવાનું કહી બાંધકામ કરવું હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહીં કરો તો સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરાવી દઈશું તેમ કહી રૂપિયા 20 હજારની માંગણી કરી હતી.

સુરતના આ કોંગ્રેસી કોર્પોરેટર હત્યા કેસ બાદ હવે લાંચ કેસમાં ભેરવાયા

બાદમાં રકઝકના અંતે રૂપિયા 15 હજાર આપવાનું નક્કી થયું હતું. જોકે પાવરલુમ્સના માલિક લાંચ આપવા માંગતા ન હતા અને આ અંગે તેના મિત્રને વાત કરી હતી. જેથી મિલ્કતદારના કહેવાથી તેના મિત્રએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે એસીબીના પીઆઈ કે.જે.ચૌધરીએ સ્ટાફના માણસો સાથે બુધવારે ભેસ્તાન જીઆવ રોડ આસારામ સોસાયટી પાસે છટકું ગોઠવ્યું હતું. અને મિલ્કતદાર પાસેથી લાંચના રૂપિયા લેવા આવેલા અભીરાજ એજવાને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો…….બોક્સ…….અગાઉ હત્યા કેસમાં પણ કોર્પોરેટર સતિષ પટેલ સામે આક્ષેપો થયા હતાઆ પહેલી વખત નથી અગાઉ પણ સુરતના ઘણા કોર્પોરેટરો ગેરકાયદેસર બાંધકામ છે તેમ કહી લોકો પાસે લાંચ સ્વીકારતા ઝડપાયા છે. ભેસ્તાનનો કોર્પોરેટર સતિષ પટેલના નામનો થોડા દિવસો પહેલા પાંડેસરામાં એક મર્ડર કેસનો પણ વિવાદ થયો હતો.

અત્યાર સુધીમાં 6 કોર્પોરેટરો સામે લાંચના કેસ થયા છે

1. વર્ષ 2008માં વીણાબેન જીતેન્દ્રભાઈ જોષી(ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ અધ્યક્ષ) 50હજારની લાંચનો કેસ દાખલ2. વર્ષ 2008માં મીનાબેન દિનેશભાઈ રાઠોડ (ગોડાદરા વોર્ડ-25) 5 લાખની લાંચનો ગુનો દાખલ

3. વર્ષ 2018માં મોહનભાઈ જેઠાભાઈ સુમરા, નેન્સી મોહન સુમરા(મુગસીસરા વોર્ડ-11) 55 હજારની લાંચ કેસ દાખલ4. વર્ષ 2019માં જયંતીલાલ ડાહ્યાભાઈ ભંડેરી (વાઈસ ચેરમેન ડ્રેનેજ કમિટી) 50 હજારનો લાંચ કેસ દાખલ

5. વર્ષ 2019માં કૃણાલ ભાઈદાસ સોનવણે કોર્પોરેટરનો પુત્ર, લીલાબેન ભાઈદાસ સોનવણે(ખટોદરા વોર્ડ 18) 15000 નો કેસ દાખલ6. વર્ષ 2019માં કપીલાબેન પલ્કેશભાઈ પટેલ (ઉધના વોર્ડ 18) 50 હજારનો કેસદાખલ

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube