સુરત (Surat) : શહેરના ડિંડોલી વિસ્તારમાંથી એસઓજી પોલીસે બુધવારે મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone drugs) સાથે બે જણા ઝડપી પાડી 3.02 લાખના મુદ્દામાલ સાથે 60.5 ગ્રામ ડ્રગ્સ (drugs/ heroin) કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યુ છે. યુવા (youth) વર્ગ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યો છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદે પ્રવૃત્તિ વિરુદ્ધ કેસો શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યુ છે.

જે અંતર્ગત એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ડિંડોલી રામપાર્કની સામે રીઝન્ટ પ્લાઝા બીજો માળ દુકાન નં. 249 “ એ.જે.ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં રેઈડ કરી આરોપી દેબઆશીષ ઉર્ફે સન્ની અજિત ચૌધરી (ઉં.વ.40) (રહે., રૂમ નં. 603, બિલ્ડિંગ નં.જી સુમન શ્વેત એસ.એમ.સી. આવાસ, વી.આર. મોલની પાછળ, ડુમસ રોડ, ઉમરા) અને અનિલ કાલુરામ પ્રજાપતિ (ઉં.વ.32) (રહે., ઘર નં.બી-222 મીરાનગર સોસા. ઝાંસીની રાણી ગાર્ડન સામે, ઉધના)ને પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.

બંને પાસેથી 60.5 ગ્રામ 3,02,500 રૂપિયાનું, 3 મોબાઈલ ફોન મળી કુલ 3.23 લાખની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ડ્રગ્સનો જથ્થો આપનારા ઈસ્તીયાઝ ઉર્ફે લાલા ફિરોઝ મલેક (રહે., જૂની બુરહાની હોસ્પિટલની પાછળ, તૈયબી મહોલ્લો, ઝાંપા બજાર, મહિધરપુરા)ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં NDPs એક્ટ મુજબ ગુનો ડિંડોલી પોલીસ મથકે રજિસ્ટર કરાવ્યો હતો. વોન્ટેડ આરોપી ઈસ્તીયાઝ ઉર્ફે લાલા 370 ફિરોજ મલેકને વર્ષ-2019માં 39 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો હતો. તેમજ હાલમાં એસ.ઓ.જી. તેણે પુણા પોલીસ સ્ટેશનની હદમાંથી 100 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો હતો. તે કેસમાં પુણા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે.
બીજી બાજુ પોલીસના પાપે સુરત આવતા દિવસોમાં ભૂ-માફિયા (land mafia) અને લીકર કિંગ (liquor king) તરીકે બિરૂદ પામે તો નવાઇ લગાડવા જેવુ રહેશે નહી. ભૂ-માફિયાઓએ જે રીતે શહેરના નામીચા પ્રતિષ્ઠિત વ્યકિત દુર્લભ ગાંડાભાઇ પટેલને સ્યુસાઇડ કરવા માટે મજબૂર કરી દીધા ત્યારે સામાન્ય વ્યક્તિઓની હાલત કેવી થતી હશે તે વિચારવા તરફ રહ્યુ. આ શહેરમાં પોલીસ જ હવે વિલનની ભૂમિકામાં હોવાની ચર્ચા છે. પીઆઇ અને કોન્સ્ટેબલોને આજ સુધી સસ્પેન્ડ નથી કરાયા ત્યારે પોલીસ અધિકારીઓની ભૂમિકા પણ ચર્ચામાં છે. સામાન્ય કોન્સ્ટેબલો જે પચાસ હજાર પગાર ધરાવે છે તેઓ લીકર માફિયા અને ભૂ-માફિયા સાથે સીધી ગેંગ બનાવીને કરોડોનો ધંધો કરી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા બે વર્ષમાં જયારે આ ગોરખધંધો ચાલી રહ્યો છે ત્યારે આ મામલે આખી સીસ્ટમ કોલેપ્સ થઇ હોવાની ચર્ચા છેડાઇ છે. સુરતમાં પાંચ બિલ્ડરોના ગૃપ એવા છે જેઓની ઓફીસમાં ખુદ પોલીસ અધિકારીઓ સોપારી ફોડવા જાય છે. આ મામલે સામાન્ય નહી પરંતુ ટોચના પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ એક ટેબલ પર બેસીને સોપારી ફોડી રહ્યા હોવાની ચર્ચા છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.