સુરતમાં ત્રણ સંતાનના પિતાએ પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેના બાદ સગીર દીકરી ગર્ભવતી બની હતી. ત્યારે સુરત જિલ્લા કોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. સગીરાની ઉંમર અને ગર્ભ નાનો હોવાનું કારણ અરજીમાં રજૂ કરાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કીમ વિસ્તારમાં રહેતા નિલેશ ધુલીયાએ પોતાની નજીક રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમના જાળમાં ફસાવી હતી.
આ સગીરા નિલેશના જાળમાં એવી ફસાઈ હતી કે, તે તેની સાથે ભાગવા તૈયાર થઈ ગઈ હતી. નિલેશ ધુલીયા સાથે નીકળતા સમયે સગીરા પોતાના ઘરેથી 40 હજાર રૂપિયા રોકડા, સોનાની ચેઈન તથા કેટલોક સામાન લઈને નીકળવાની તૈયારીમાં હતી. ત્યારે તેના ઘરના સભ્યોના ધ્યાને આ વાત આવી હતી, જેથી તેનો ભાંડો ફૂટ્યો હતો. બળાત્કાર ગુજારીને તરછોડી દેવાઇ હતી
કીમ વિસ્તારમાં રહેતા નિલેશ ધુલીયાભાઇએ નજીકમાં જ રહેતી એક 17 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજારીને તરછોડી દેવાઇ હતી. બાદમાં સગીરાને પેટમાં દુ:ખાવો થયો હતો અને મેડીકલ તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે નિલેશની સામે કીમ પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
સગીરા ગર્ભવતી હોવાનું જાણતા જ પરિવાર ચોંક્યો હતો અને પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે સગીરાની પૂછપરછ બાદ નિલેશની ધરપકડ કરી હતી. આ તપાસમાં ખુલાસો થયો હતો કે, નિલેશ ત્રણ સંતાનોનો પિતા છે, છતા સગીરાના પ્રેમમાં પડ્યો હતો. સગીરાને હાલમાં 12 અઠવાડિયાનો ગર્ભ પોલીસે નિલેશની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.
બીજી તરફ સગીરાને હાલમાં 12 અઠવાડિયાનો ગર્ભ હતો, ત્યારે સગીરાએ ગર્ભપાત કરાવવા માટે વકીલ યશવંતસિંહ વાળા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. સગીરાની ઉંમર નાની હોય તેમજ ગર્ભ પણ નાનો હોવાનું કારણ રજૂ કરીને કોર્ટની પરવાનગી માગવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી હતી
સગીરા ઘરેથી 40 હજાર લઇ ગઈ હતી પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યુ હતું કે આરોપી નિલેશ ધુલિયા સાથે ઘરેથી જતી વખત 17 વર્ષીય સગીરા પોતાની સાથે 40 હજાર રૂપિયા રોકડા અને અન્ય સામાન પણ લઇ ગઇ હતી. એટલું જ નહીં આ ઉપરાંત એક સોનાની ચેઇન અને કપડા પણ તેની પાસે હતા. સગીરાના ઘરના સભ્યોના ધ્યાને આવ્યુ હતુ
કે તે એક યુવાન જોડે તે મોબાઇલ પર વાતચીત કરતી રહેતી હતી. આ કડી મળ્યા બાદ પોલીસ આરોપી નિલેશ ધુલિયા પાસે પહોંચી હતી. 20 અઠવાડિયા સુધીના ગર્ભને ગર્ભપાતની મંજૂરી સગીરાના એડવોકેટ જશવંત સિંહ વાળાએ કહ્યું હતું કે, કેટલાંક કેસને બાદ કરતાં અને સગીરાની કન્ડીશન ને જોતા વધુમાં વધુ 24 અઠવાડિયા સુધીના ગર્ભપાતે મંજૂરી આપવામાં આવતી હોય છે, સામાન્ય રીતે તે ગર્ભ 20 અઠવાડિયાનું હોવું જોઇએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.